અમરેલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, તીવ્રતા 3.1ની નોંધાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે ભૂકંપનો આચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું છે, તેમજ તેની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલીમાં સવારે લોકો નોકરી-વ્યવસાય અર્થે જવાની તૈયારી કરી રહ્યાં હતા. દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. અમરેલી પાસે 3.1 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.
રાજ્યમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર આંચકા નોંધાઈ રહ્યાં છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં જ ભૂકંપના 10 જેટલા આચંકા નોંધાયાં હતા. જો કે, આ આચંકાની તીવ્રતા ઓછી હોવાથી મોટી જાનહાની ટળી હતી. બીજી તરફ ભૂગર્ભમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાથી ભૂકંપના આંચકા આવી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.