1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMTS દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે હવે 1500 રૂપિયામાં ત્રણ કલાક બસ ભાડે મળી શકશે
AMTS દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે હવે 1500 રૂપિયામાં ત્રણ કલાક બસ ભાડે મળી શકશે

AMTS દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે હવે 1500 રૂપિયામાં ત્રણ કલાક બસ ભાડે મળી શકશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓ તેમજ ખાનગી શાળાઓના બાળકોના શૈક્ષણિક પ્રવાસ માટે હવે એએમટીએસ દ્વારા ત્રણ કલાકના માત્ર રૂરિયા 1500ના ભાડે બસ અપાશે. જે કે અગાઉ પણ એએમટીએસ દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે અઢી કલાકના 1500 લેખે ભાડે બસ આપવામાં આવતી હતી, પરંતુ  એએમટીએસની આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી હવે અઢી કલાકને બદલે ત્રણ કલાક લેખે રૂપિયા 1500ના ભાડે બસ મળી શકશે.

શહેરના મ્યુનિ.સંચાલિત એએમટીએસ દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે નજીવા દરે બસ ભાડે આપવામાં આવતી હોય છે. નગર શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિ.ની શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે લાભ લેવામાં આવતો હોય છે. પરંતુ ખાનગી શાળાઓ દ્વારા લાભ લેવામાં આવતો નથી. શૈક્ષણિક પ્રવાસ માટે છેલ્લા 11 મહિનામાં AMTSને માત્ર 34 જ વર્ધીઓ મળી છે.  જેથી શૈક્ષણિક બસ પ્રવાસ માટે સ્પેશિયલ વર્ધીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અઢી કલાકનું જે ભાડું લેવામાં આવતું હતું. જેમાં 30 મિનિટના સમયનો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે ત્રણ કલાક માટે બસ રૂપિયા 1500 લેખે ભાડે આપવામાં આવશે. શૈક્ષણિક પ્રવાસનો શાળાઓ લાભ લઈ શકે તે માટે પત્ર લખીને શાળાઓને માહિતગાર કરાશે.

એએમટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની ખાનગી તેમજ ગ્રાન્ટેડ અને મ્યુનિ. હસ્તકની શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાતો હોય છે.  શહેરના કાંકરિયા, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ સહિત વિવિધ જગ્યાએ શૈક્ષણિક પ્રવાસ માટે સ્પેશિયલ વર્ધી બસ અઢી કલાક માટે ભાડે આપવામાં આવતી હતી. જેના માટે 1500 રૂપિયા ભાડું લેવામાં આવતું હતું. ત્યારબાદ દર 30 મિનિટ માટે 500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો. જોકે, 11 ડિસેમ્બરથી શૈક્ષણિક પ્રવાસની વર્ધી માટે અઢી કલાકના બદલે 30 મિનિટનો વધારો કરી ત્રણ કલાક માટે લઘુત્તમ રૂપિયા 1500 ભાડું લેવાશે અને ત્યારબાદ દર 30 મિનિટ માટે રૂપિયા 500નો ચાર્જ લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલો માટે ત્રણ કલાકનું ભાડું તેનાથી 50 ટકા ઓછું એટલે કે રૂપિયા 750 રહેશે. એએમટીએસ  દિવસોને શૈક્ષણિક પ્રવાસની બસ વર્ધી માટે છેલ્લા 11 મહિનામાં માત્ર 34 વર્ધી જ મળી હતી. જેમાં ખાનગી શાળાની 20 અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલની 14 વર્ધી  મળી હતી. એએમટીએસ બસ દ્વારા વર્ધી માટે સમય ગાળો ખૂબ જ ઓછો રાખવામાં આવ્યો હતો. શહેરમાં જો કોઈપણ સ્થળે જવું હોય તો ઓછામાં ઓછો એક કલાક જેટલો સમય થાય છે જઈને પરત આવવામાં જ બે કલાક જેટલો સમય જતો રહે છે. જેમાં સમય પૂરો થઈ જતા ત્યારબાદ વધારાના ઉપરનો ચાર્જ ચૂકવવો પડે છે તેથી સ્કૂલ દ્વારા બસનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. આમ 30 મિનિટનો વધારાનો સમય ફાળવી અને શૈક્ષણિક પ્રવાસની વર્ધીઓને વધારવાનો પ્રયાસ કરવામા આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code