
પંજાબના અમૃતસરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
ચંડીગઢ:પંજાબના અમૃતસરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અહેવાલ મુજબ, પંજાબના અમૃતસરથી 145 કિમી ઉત્તર-પશ્ચિમમાં સવારે 3.42 કલાકે ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ જમીનની નીચે 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે,ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધરતી ઘણી વખત ધ્રૂજી છે. ગત સપ્તાહે દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.દિલ્હીને ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.