- કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા
- 5.5ની નોંધાઈ તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં
દિલ્હી : અમેરિકાના કેલિફોર્નિયામાં આજે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા સૈન ફ્રાન્સિસ્કો સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર કેલિફોર્નિયામાં ઈસ્ટ કોસ્ટથી 4 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું. યુએસજીએસ અનુસાર, ભૂકંપની ઉંડાઈ 1.5 કિમી હતી.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભારતીય સમય અનુસાર 12 મેના રોજ સવારે 4.30 કલાકે ભૂકંપ આવ્યો હતો. ઉત્તરી કેલિફોર્નિયામાં ગુરુવારે બપોરે લગભગ 4:19 વાગ્યે 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
પ્રારંભિક રીડિંગ્સમાં ભૂકંપની તીવ્રતા 5.7 દર્શાવવામાં આવી હતી, પરંતુ યુએસજીએસ વેબસાઇટે પાછળથી તેનું રીડિંગ 5.5 પર અપડેટ કર્યું હતું. યુએસજીએસ અનુસાર, સેક્રામેન્ટોના ઉત્તર-પૂર્વમાં લગભગ 120 માઇલ દૂર લેક અલ્મેનોર નજીક પૂર્વ કિનારે લગભગ 2.5 માઇલ દૂર ભૂકંપ અનુભવાયો હતો.
આ પહેલા ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદ હતું. અહીં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, અફઘાનિસ્તાનમાં મંગળવારે સવારે ભૂકંપ 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 116 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. NCS અનુસાર, આ ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 3.23 વાગ્યે આવ્યો હતો.જોકે,આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા ન હતા.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.