1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આણંદ: કરમસદમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલો, હોસ્પિટલમાં ખસેડાયાં
આણંદ: કરમસદમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલો, હોસ્પિટલમાં ખસેડાયાં

આણંદ: કરમસદમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલો, હોસ્પિટલમાં ખસેડાયાં

0
Social Share

આણંદ, 26 એપ્રિલ 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે આણંદ જિલ્લાના કરમસદ વિસ્તારમાં હિંસાની ઘટના સામે આવી છે. રાજકીય અદાવતમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ હુમલાને પગલે કરમસદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, કરમસદમાં મનપાની ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે જ્યારે પોતાના વિસ્તારમાં હતા, ત્યારે અચાનક કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હર્ષિલ દવેને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતાં જ આણંદ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મતદાનના દિવસે જ ઉમેદવાર પર હુમલો થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે. પોલીસે હાલમાં હોસ્પિટલ અને કરમસદ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હુમલાખોરો કોણ હતા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર પર થયેલા હુમલા બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના અન્ય નેતાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. બીજી તરફ, ચૂંટણી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે જેથી અન્ય કોઈ હિંસક બનાવ ન બને.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રથમ બે કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code