
ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમનું પેપર ફુટ્યું
અમદાવાદ : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના હજુ ભુલાઈ નથી. આ પ્રકરણમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. દરમિયાન રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષાનું પેપર ફુડ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પહેલા જ લીક થયાનો આરોપ લગાવ્યો છે. આ પેપર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ ઉપર ફરતું થયું હતું. જે ગ્રુપમાં ફરતી થયેલું તેનુ નામ લવલી યાર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COM નું પેપર ફૂટ્યુ છે. આ પેપર ‘લવલી યાર’ નામના વોટ્સએપ ગ્રૂપમા ફરતુ થયુ હોવાની વાત સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યુ છે. રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે. તેમજ આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે. આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પોલીસે પણ સંમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાનો ધમધમાટ તેજ કર્યો છ અને 3 શંકાસ્પદોની અટકાયત કરી છે. એએક કોલેજના 88 વિદ્યાર્થીના બનેલા ‘લવલી યારો’ ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમનું પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને જવાબદાર આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
(PHOTO-FILE)