1. Home
  2. ગુજરાતી
  3. “બચપન કા પ્યાર” ગીતથી જાણીતા બનેલા સહદેવનું વધુ એક ગીત થયું વાયરલ
“બચપન કા પ્યાર” ગીતથી જાણીતા બનેલા સહદેવનું વધુ એક ગીત થયું વાયરલ

“બચપન કા પ્યાર” ગીતથી જાણીતા બનેલા સહદેવનું વધુ એક ગીત થયું વાયરલ

0
Social Share

મુંબઈઃ સોશિયલ મીડિયા ઉપર બચપન કા પ્યાર ગીતથી સમગ્ર દેશમાં જાણીતા થયેલા સહદેવ દિર્દોનું અન્ય એક ગીત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. નેટફ્લિક્સની પોપ્યુલર સીરિઝ મની હાઈસ્ડટના ટ્રેક ઉપર સહદેવ ગાઈ રહ્યો છે.

સહદેવ બેલા ચાઓ બેલા ચાઓ પોતાની આગવી સ્ટાઈનલમાં ગાઈ રહ્યો છે. આ ગીત સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયું છે. તેમજ લોકો આ ગીતને પણ પસંદ કરી રહ્યાં છે. તેમજ વિવિધ કોમેન્ટ કરવાની સાથે અન્ય લોકોને પણ શેયર કરી રહ્યાં છે. આ ગીતમાં પણ લોકો સહદેવના વખાણ કરી રહ્યાં છે.

બચપન કા પ્યાર ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થયાં બાદ છત્તીસગઢના સુકમા જિલ્લામાં રહેતા સહદેવની જીંદગી બદલાઈ ગઈ છે. તાજેતરમાં જ બોલીવુડના જાણીતા રેપર બાદશાહે તેને મુંબઈ બોલાવ્યો હતો અને તેની સાથે ગીત પણ રેકોર્ડ કર્યું હતું. આ ઉપરાંત ઈન્ડિયન આઈડલ-12ના મંચ ઉપર પણ પહોંચ્યો હતો. તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ તેની સાથે મુલાકાત કરીને ઉજવળ ભવિષ્યની કામના કરી હતી. આ ઉપરાત અનેક સેલિબ્રીટીઝે સચદેવના ગીત ઉપર ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયામાં શેયર કર્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code