1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના બટાકાનો સ્વાદ માણશે બિહારની જનતાઃ કિસાન રેલમાં 248 ટન બટાકાની નિકાસ
ગુજરાતના બટાકાનો સ્વાદ માણશે બિહારની જનતાઃ કિસાન રેલમાં 248 ટન બટાકાની નિકાસ

ગુજરાતના બટાકાનો સ્વાદ માણશે બિહારની જનતાઃ કિસાન રેલમાં 248 ટન બટાકાની નિકાસ

0
Social Share

અમદાવાદઃ દેશમાં સૌથી વધારે બટાટાનું ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં થાય છે. દરમિયાન ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે અમદાવાદ ડિવિઝનમાંથી પ્રથમ કિસાન રેલ દ્વારા બટાકાનો જથ્થો હિંમતનગરથી બિહારના મોતીહારી મોકલવામાં આવ્યા છે. ડીસા, હિંમતનગરના બટાકા વેપારીઓ દ્વારા બિહાર માટે 248 ટન બટાકા મોકલવામાં આવ્યા છે. હિંમતનગરથી નીકળેલી કિસાન રેલ આવતીકાલે શુક્રવારે બિહાર પહોંચે તેવી શકયતા છે.

ખેડૂતોને પોતાના પાકનું પૂરતું વળતર મળી રહે એ માટે રેલવે દ્વારા ખેત ઉત્પાદનો તેમજ ફળોને ઝડપી અને રાહતદરે મોકલવા માટે કિસાન રેલ દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ ડિવિઝન દ્વારા 24 કોચ અને એક SLR સાથેની પહેલી કિસાન રેલ દોડાવવામાં આવી હતી. આ ટ્રેનના તમામ કોચમાં બટાકાની બોરીઓ ભરી બિહાર મોકલવામાં આવી છે. આ ટ્રેન વિશેષ ટ્રેન તરીકે 1783 કિલોમીટરનું અંતર કાપી શુક્રવાર સુધીમાં મોતીહારી પહોંચશે. સામાન્ય સંજોગોમાં રેલવેમાં 248 ટન બટાકા મોકલવાનું ભાડું 10.85 લાખ રૂપિયા થાય છે. પરંતુ રેલવે દ્વારા 50 ટકા સબસિડી સાથે આ આખી રેલ ફક્ત 5.64 લાખ ભાડામાં મોકલવામાં આવી છે. આ કિસાન રેલના ભાડામાં ફુડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા 50 ટકા સબસિડી આપવામાં આવે છે એટલે કે 50 ટકા ભાડુ ખેડુતો તેમજ 50 ટકા ભાડું ફુડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા ચુકવવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code