Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. અરજીમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંક્યો છે.

હાઈકોર્ટમાં અરજી કરનારા અરજદારે જણાવ્યું હતું કે, આરટીઆઈના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેમની પાસે વીવીપેટ મશીન નથી. ત્યારે વીવીપેટ મશીનની ગેરહાજરીમાં રાજ્યમાં યોજવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે રાજ્યનો ચૂંટણી પંચ જાહેરાત કરવી જોઈએ. તેમજ આ અંગે રજૂઆત લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. અરજદારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સમક્ષ રાજ્યના ચૂંટણી પંચ પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશોની માંગ કરી છે. અરજદારે અરજીમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંક્યો છે. વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાઈ શકે છે.

Related posts
SPORTSગુજરાતી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદમાં કોરોના વેક્સિનનો…
Nationalગુજરાતી

ગરમી માટે રહેજો તૈયાર - માર્ચ મહિનામાં 40ને પાર પહોંચશે ગરમીનો પારો

માર્ચ મહિનાથી જ ગરમીનો પારો વધશે છેલ્લા કેટલાક વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ગરમીએ અમદાવાદ – શિયાળાનો અંત આવતાની સાથે જ ગરમી શરુ…
Regionalગુજરાતી

નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપ છવાયું, કોંગ્રેસ હાંસિયામાં ધકેલાયું

અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 8472 જેટલી બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી હજુ સુધી ચાલી રહી…

Leave a Reply