1. Home
  2. revoinews
  3. અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા મોડાસામાં પ્રાકૃતિક ખેત પેદાશોનો વિશેષ સ્ટોલ શરૂ
અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા મોડાસામાં પ્રાકૃતિક ખેત પેદાશોનો વિશેષ સ્ટોલ શરૂ

અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા મોડાસામાં પ્રાકૃતિક ખેત પેદાશોનો વિશેષ સ્ટોલ શરૂ

0
Social Share

મોડાસા, 27 ફેબ્રુઆરી, 2026 – natural farm products in Modasa અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોને ઝેરમુક્ત, શુદ્ધ તથા સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત પેદાશો સીધી રીતે પહોંચાડવાના હેતુથી એક વિશેષ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે.

આ સ્ટોલ દ્વારા જિલ્લાના પ્રાકૃતિક ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલી અનેક પ્રકારની ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત પેદાશો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેનાથી ગ્રાહકોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગરના શુદ્ધ ઉત્પાદનો મળી રહે છે.

શું શું ઉપલબ્ધ થશે સ્ટોલ ઉપર?

સ્ટોલમાં ખેડૂતો પાસેથી સીધા મેળવેલી પેદાશોમાં હળદર પાવડર, કાશ્મીરી મરચા પાવડર, આખું જીરું, રાઈ, લવિંગ, મરી, તજ, ઈલાયચી, બાદીયા, કોકમ, લાલ રાગી, સફેદ રાગી, આખા ધાણા, બાજરી, જુવાર, દેશી ચણા, છોલે ચણા, કૃષ્ણકુમાર ચોખા, ગુજરાત ૧૭ ચોખા, તુવેર દાળ, અડદ દાળ (ફોતરા), મગફળી તેલ સહિત અનેક પ્રકારના મસાલા, અનાજ, દાળ અને તેલના ઉત્પાદનો ઉપલબ્ધ છે.

natural farm products in Modasa
natural farm products in Modasa

આ પણ વાંચોઃ મોડાસામાં ખેડૂત અરવિંદભાઈ પટેલે હોળી માટે ખાસ કુદરતી રંગો બનાવ્યાઃ જુઓ વીડિયો

અહીં ઉપલબ્ધ તમામ પેદાશો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનુસાર ઉગાડવામાં આવેલી છે, જેમાં ગાય આધારિત જીવામૃત, દશપર્ણી અર્ક વગેરે જેવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી ઉત્પાદનોની પોષણક્ષમતા વધુ રહે છે અને તે આરોગ્ય માટે લાભદાયી સાબિત થાય છે.

એક તરફ તો આ પગલાથી સ્થાનિક ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે સીધું બજાર મળી રહ્યું છે, જેથી તેઓને યોગ્ય ભાવ મળે છે અને મધ્યસ્થીઓનું શોષણ ટળે છે. બીજી તરફ નાગરિકોને ઘરઆંગણે જ શુદ્ધ અને ટકાઉ જીવનશૈલી માટે ઉપયોગી ઉત્પાદનો મળી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારમાં પણ આ સ્ટોલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે, જેનાથી વધુને વધુ ખેડૂતો આ પદ્ધતિ તરફ આકર્ષાઈ રહ્યા છે અને પર્યાવરણ સંરક્ષણ તથા આરોગ્ય જાળવણીના ઉદ્દેશ્યને પણ વેગ મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટઃ AI અને મહિલા સશક્તિકરણ પર કેસબુક લોન્ચ કરવામાં આવી

30 દિવસ સુધી નિયમિત રીતે આ સ્ટોલ ચાલુ રહેશે અને સમયાંતરે નવા ઉત્પાદનો ઉમેરવામાં આવશે. તેથી અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકો, ખાસ કરીને મોડાસા અને આસપાસના વિસ્તારોના લોકોને આ સ્ટોલની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેત પેદાશો ખરીદવાની તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

આ પગલું જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અને ટકાઉ વિકાસના માર્ગે આગળ વધવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તમામને આ સ્ટોલની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code