
ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,બે પાયલોટના મોત
- ઇઝરાયેલમાં બની મોટી દુર્ઘટના
- હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ
- દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા
દિલ્હી:ઇઝરાયેલમાં સોમવારે રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી, જ્યારે ઉત્તર ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે.
દુર્ઘટના અંગે સેનાએ કહ્યું છે કે,ક્રૂ મેમ્બર પણ ઘાયલ થયા છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેને સામાન્ય ઈજાઓ થઈ છે.હાલમાં ઘાયલ ક્રૂ મેમ્બરની હાલત સ્થિર છે અને તેને શોક વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.
હોસ્પિટલે કહ્યું છે કે,જો જરૂર પડશે તો ક્રૂ મેમ્બરને વધુ સારવાર માટે ICUમાં ખસેડવામાં આવશે.આ ઘટના બાદ એરફોર્સના કમાન્ડિંગ ઓફિસરે અકસ્માતની તપાસ શરૂ કરી છે અને ટ્રેનિંગ ફ્લાઈટ્સ તેમજ મરીન પેન્થર હેલિકોપ્ટરના ઉપયોગને હંગામી ધોરણે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
ઇઝરાયેલ એરફોર્સના વડા અમીકમ નોર્કિને જાહેરાત કરી હતી કે,તેમણે ઘટનાની તપાસનું નેતૃત્વ કરવા માટે એક અધિકારીની નિમણૂક કરી છે.