1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગ સામે હવે સેના પણ મેદાનમાંઃ-  સેનાની ખૈરિયત ટીમ દ્રારા રસીકરણમાં સહયોગ અને લોક જાગૃતિના પ્રયાસો
જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગ સામે હવે સેના પણ મેદાનમાંઃ-  સેનાની ખૈરિયત ટીમ દ્રારા રસીકરણમાં સહયોગ અને લોક જાગૃતિના પ્રયાસો

જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગ સામે હવે સેના પણ મેદાનમાંઃ-  સેનાની ખૈરિયત ટીમ દ્રારા રસીકરણમાં સહયોગ અને લોક જાગૃતિના પ્રયાસો

0
  • જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગમાં હવે સેનાનો સહયોગ
  • દૂર સુદી ચાલીને લોકોમાં ફેલાવી રહ્યા છે કોરોના પ્રત્યે જાગૃતિ
  • રસીકરણ માટે લોકોને કેન્દ્ર સુધી પહોંચાડવા કરી રહ્યા છે મદદ
  • સેનાએ લોક મદદ માટે ખૈરિયત ટીમ બનાવી

દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ મોટી મહામારીમાં સંપડાયો છે, અનેક લોકો મદેદે આવી રહ્યા છે તો બીજા દેશોમાંથી પણ ભારતને મદદ મળી રહી છે, કોરોનાની સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં સેના આતંકવાદ સામે તો લડી જ રહી છે ત્યારે હવે સેના કોરોનાની જંગમાં પણ મેદાને ઉતરી છે. કોરોના જેવી સ્થિતિમાં સેના સંપૂર્ણ જોશ સાથે જનતાના સહકારમાં આવી છે.

આ કટોકટીની આ સ્થિતિમાં સેનાએ દુર્ગમ પહાડીઓ પર લોકોને મદદ કરવા માટે ખૈરિયત પેટ્રોલ ટીમ બનાવી છે. ઘણા કિલોમીટરનો પ્રવાસ પગપાળા કરીને આ ટીમ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચી રહી છે. લોકોને કોરોના વિશે જાગૃત કરવા સાથે, તેઓ કીટ્સ પણ પ્રદાન કરી રહ્યા છે. આ સાથે જ સેનાની આ ટીમ રસીકરણ માટે નોંધણી કરવામાં પણ મદદ કરી રહી છે. રસી માટે લોકોને કેન્દ્રમાં પહોંચવામાં મદદ કરવા ઉપરાંત સેનાની દેખરેખ હેઠળ ઘણા કેન્દ્રો પર રસીકરણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

સેના તરફથી બારામુલા, બાંદીપોરા અને કુપવાડામાં ઉત્તર કાશ્મીરની ખૈરિયત પેટ્રોલ ટીમ, દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલવામા, જમ્મુ વિભાગના રામબાનના ગૂલ, રિયાસીના માહોર, પૂંછ અને રાજોરીના લોકોની આ સેનાની ખેરિયટ ટીમ સાર સંભાળ લઈ રહી છે. ટીમમાં સેનાના જવાનો તેમજ નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ છે જે ગામના લોકોના આરોગ્યની તપાસ કરી રહી છે.

આ સાથે જ સેનાની આ ટીમ લોકોને સમજાવી રહી છે કે, તેઓ પોતેજ કોરોનાને પરાજીત કરી શકે છે,આ માટે તમારે કોરોનાના પ્રોટોકોલ ફરજિયાતપણે અનુસરવો પડશે. ટીમ તેમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે કે, આ બિમારી પોતે આવતી નથીલોકો પોતે જ તેને પોતાના પાસે બોલાવી રહ્યા છે, એટસા માટે સતર્ક રહો, માસ્ક પહેરવાની સાથે જ સામાજિક અંતરને અનુસરીને તેને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે. આ ટીમ ગામલોકોમાં માસ્ક, સેનિટાઇઝર, પી.પી.ઇ કીટ અને દવાઓનું વિતરણ પણ કરી રહી છે.

જમ્મુ કાશ્મીરમાં સેનાઓ કોવિડ હોસ્પિટલ પણ બનાવી

સેનાએ કોરોનાની લડાઇમાં જમ્મુ-કાશ્મીરમાં બંનેમાં કોવિડ હોસ્પિટલ પણ બનાવી છે. 200 બેડની હોસ્પિટલ શ્રીનગરના રંગરેથમાં અને 100 જમ્મુના ડોમાનામાં બનાવવામાં આવી છે. કાશ્મીરી લોકોના સ્વાસ્થ્ય માટે ઉત્તર કાશ્મીરના બારામુલા અને ઉરીમાં 20 બેડની એક હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક વહીવટીતંત્રની ભલામણ પર, જમ્મુ-કાશ્મીરની તમામ સૈન્ય હોસ્પિટલોમાં રિફર કરાયેલા કોરોના દર્દીઓ માટે પણ સારવારની મંજૂરી આપવામાં આવી હતી.

સો સલામ છે દેશની સેનાના જવાનોનેઃ- દરેક સંકટમાં જનતાની મદદે આવે છે

આ પ્રથમ વખત છે કે જ્યારે સેનાએ ખૈરીયટ પેટ્રોલ ટીમ બનાવી છે, આવા પહાડી વિસ્તારોમાં લોકોને તબીબી સેવાઓ પુરી પાડવી પડકાર સમાન છે ત્યારે આ પડકારનો સેના સામનો કરીને લોકોની મદદ કરી રી છે,સો સલામ છે દેશના આવા જાબાંજ સેનાના જવાનો ને, જે દેશની સરહદની સુરક્ષાની સાથે સાથે કોરોના જેવી જંગમાં પણ લોકોની મદદે આવી રહી છે,અનેક લોકો સુધી મેડિકલ સુવિધાઓ કેટલાય કિલો મીટર ચાલીને પહોંચડી રહ્યા છે, ખરેખર દેશની સરહદી લડાઈ હોય કે મહામારીની લડાઈ હોય સેના ખડેપગે દેશની સેવામાં જોડાઈ છે, સેનાના જવાનો પોતાના ફરજથી ક્યારેય પીછે હટ કરતા નથી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code