
જમ્મુ-કાશ્મીરમાં સેનાની સફળતા – અત્યાર સુધી માર્યા ગયેલા આતંકીઓમાં 15 પાકિસ્તાની આતંકીઓનો સમાવેશ
- સેનાનું સફળ ઓપરેશન
- આ વર્ષ દરમિયાન 15 પાકિસ્તાની આતંકીને કર્યા ઠાર
શ્રીનગર – દેશનો એક એવો વિસ્તાર કે જ્યાં સતત આતંકીઓની નજર એટકેલી ગહોય છે તેઓ જમ્મુ-કાશ્મીરમાં એશઆંતિ ફેલાવાનો સતત પ્રયત્ન કરતા રહે છે,ખાસ કરીને પાકિસ્તાની આતંકીઓ અહી આતંક ફેવાવા મામલે મોખરે ગયા હતા.
જો આ વર્ષ દરનમિયાનની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં અત્યાર સુધી કાશ્મીરમાં પહેલા 4 મહિનામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં મોટી છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ઘાટીમાં 62 આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે ગયા વર્ષે એટલે કે 2021ના પ્રથમ ચાર મહિનામાં 37 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
કાશઅમીર પોલીસના ડેટા પ્રમાણે કુલ આ 62માંથી 15ની ઓળખ વિદેશી આતંકવાદી તરીકે થઈ છે. આ તમામ પાકિસ્તાનના રહેવાસી હતા. ગયા વર્ષે માર્યા ગયેલા વિદેશી આતંકવાદીઓની કુલ સંખ્યા માત્ર 20 હતી. જ્યારે 2021માં કાશ્મીરમાં કુલ 168 આતંકવાદીઓ માર્યા ગયા હતા.ઉલ્લેખનીય છે કે સાના દ્રારા સતત આતંકીઓ સામે લડત અપાઈ રહી છે અને સેનાને મોટી સફળતા પણ મળી રહી છે.