
રાજસ્થાનના 15 જેટલા જીલ્લાઓ લમ્પી વાયરની ઝપેટમાં – વાયરસની ગંભીરતા સમજીને નિવારણના લેવાઈ રહ્યા છે પગલાઓઃ સીએમ
- રાજસ્થાનમાં લમ્પી વાયરસો કહેર
- અત્યાસ સુધી ઘણી ગાયોના મોત
જયપુર- દેશભરમાં લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ લમ્પી વાયરસ 15 જેટલા જીલ્લાોમાં ફએલ્યા ચૂક્યો છે અત્યાર સુધી આ વાયરસ સામે અનેક પ્રકારના પગલાઓ લેવામાં આવી ચૂક્યા છે.
સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે રાજ્યના 15 જિલ્લાઓમાં જાનવરોમાં ચામડીમાં ફેલાતો આ વાયરસ વકરી રહ્યો છે અમારી પ્રાથમિકતા આ રોગને વધુ જિલ્લાઓમાં ફેલાતો અટકાવવાની છે. તેમણે કહ્યું કે, ચામડીના રોગના નિવારણ માટે તમામ જિલ્લા કલેક્ટરને જરૂર જણાય તો ટેન્ડર વગર દવાઓ ખરીદવા આદેશો જારી કરવામાં આવ્યા છે અને આ રોગચાળાની સારવાર અને નિવારણ માટે યુદ્ધના ધોરણે ઝીણવટભરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.
વધુમાં સીએમ એ કહ્યું કે રાજ્ય સરકાર પશુઓમાં ફેલાતા રોગને નિયંત્રણમાં લેવા માટે અત્યંત ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે અને વહીવટીતંત્રની ત્વરિત કાર્યવાહીને કારણે ચેપ અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે. ગેહલોત સોમવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત લમ્પી રોગની સમીક્ષા બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સાંસદો, તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓ, ધારાસભ્યો, તમામ જિલ્લા કલેક્ટર, ગૌશાળાના સંચાલકો, પશુપાલકો, સરપંચો , વોર્ડ પંચ, સ્થાનિક સંસ્થાઓના મેયર, ચેરમેન, કાઉન્સિલર વગેરે હાજર રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે ગાય વંશમાં ફેલાયેલી આ બીમારીનો આપણે સૌએ સાથે મળીને સામનો કરવાનો છે. ચામડીના રોગગ્રસ્ત મૃત પશુઓના નિકાલ અંગે જિલ્લા કલેકટરને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે અને તમામ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. તેમણે મુખ્ય સચિવને આયુર્વેદ વિભાગના સૂચનો લઈને સ્વદેશી સારવાર માટે માર્ગદર્શિકા બહાર પાડવા સૂચના આપી હતી.ઉલ્લેખનીય છે કે ગાયોમાં ફેલાતો આ વાયરસ સૌ પ્રથમ ગુજરાતમાં જોવા મળ્યો હતો હવે તે દેશના ઘણા રાજ્યમાં ફેલાયો છે.જેમાં હજારો પશુ ખાસ કરીને ગાયના જીવ ગયા છે.