Homeગુજરાતીજમ્મુ-કાશ્મીર: બે અલગ-અલગ ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મી સહિત બે ઘાયલ

જમ્મુ-કાશ્મીર: બે અલગ-અલગ ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મી સહિત બે ઘાયલ

  • કાશ્મીરમાં આંતકી હુમલો 
  • બે અલગ-અલગ જગ્યાએ કર્યો ગ્રેનેડ હુમલો 
  • હુમલામાં એક પોલીસકર્મી સહિત બે ઘાયલ

જમ્મુ-કાશ્મીર: બે અલગ-અલગ ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મી સહિત બે ઘાયલ શ્રીનગર:સોમવારે આઝાદીની 76મી વર્ષગાંઠના અવસર પર આતંકવાદીઓએ કાશ્મીર વિભાગમાં બે સ્થળોએ ગ્રેનેડ હુમલા કર્યા હતા, જેમાં એક પોલીસકર્મી સહિત બે લોકો ઘાયલ થયા હતા.બંને સ્થળોને કોર્ડન કરી દેવામાં આવ્યા છે.

પહેલા આતંકવાદીઓએ બડગામના ગોપાલપોરામાં ગ્રેનેડ હુમલો કર્યો હતો.આ હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો.જેની ઓળખ કરણ કુમાર સિંહ તરીકે થઈ છે.તેમને શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

આના થોડા સમય બાદ આતંકીઓએ પોલીસ કંટ્રોલ રૂમ કાશ્મીર પર પણ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે.વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

 

સંબંધિત લેખો

Most Popular