Homeગુજરાતીગુજરાતગોંડલ નજીક પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા એક જ પરિવારના 3...

ગોંડલ નજીક પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા એક જ પરિવારના 3 સભ્યોના મોત

રાજકોટ, 28 સપ્ટેમ્બર, 2026 : 3 members of the same family die after a speeding car hits a bike  જિલ્લાના ગોંડલ નજીક ધોધાવદર અને રામોદ વચ્ચે રોડ પર કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે ગોંડલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ વચ્ચે થયેલા અકસ્માતમાં અનિડા ભાલોડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. એક્ટિવા પર સવાર માતા, પિતા અને તેમના 13 વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત નિપજતા નાના એવા ગામમાં ભારે ગમગીની પ્રસરી ગઈ હતી.  અનિડા ભાલોડી ગામનો પરિવાર રામોદ ખાતે સસરાના ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન ધોધાવદર અને રામોદ વચ્ચે કાર અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જયેશભાઈ બગડા, શારદાબેન બગડા અને વ્રજ બગડાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યોનાં એકસાથે મોત થતાં અનિડા અને રામોદ પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

રવિવારે બપોર બાદ ત્રણેયની અર્થી એકસાથે ઉઠી હતી. આ ઘટનાને કારણે અનિડાભાલોડી ગામ સ્વયંભૂ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.  મૃતકના પરિવારજન અરવિંદભાઈ બગડાએ જણાવ્યું કે, સરકાર અકસ્માતના ગુનેગારને સખત સજા આપે અને પીડિત પરિવારને મદદ કરે. આ ઘટના પછી પરિવારમાં માત્ર મૃતક જયેશભાઈના વૃદ્ધ પિતા અને 16 વર્ષની દીકરી જ બાકી રહ્યા છે.  પોલીસે આ અકસ્માત મામલે આગળની તપાસ શરૂ કરી છે. દોષિતો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular