
દિલ્હીમાં કોવિડ-19ના 1,227 નવા કેસ નોંધાયા,વધુ 8 દર્દીઓના મોત
- દિલ્હીમાં કોરોનાનો કહેર
- કોરોનાના 1,227 નવા કેસ નોંધાયા
- વધુ ૮ દર્દીઓના થયા મોત
દિલ્હી:રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે 14.57 ટકાના સંક્રમણ દર સાથે કોવિડ -19 ના 1,227 નવા કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં આઠ મોત થયા છે.આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પરથી મળી છે.
અગાઉ, છેલ્લા 12 દિવસથી દિલ્હીમાં દરરોજ કોવિડ -19 ના 2000 થી વધુ કેસ આવી રહ્યા હતા.રવિવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં 12.64 ટકાના સંક્રમણ દર સાથે કોવિડ -19 ના 2,162 નવા કેસ નોંધાયા હતા, જ્યારે પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, સોમવારે કોવિડ-19 માટે 8,421 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 1,227 સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.
વિભાગ અનુસાર, સોમવારે આવેલા નવા કેસ સાથે દિલ્હીમાં સંક્રમણના 19,85,822 કેસ નોંધાયા છે, જ્યારે અહીં મહામારીમાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા આઠ મૃત્યુ સાથે 26,389 પર પહોંચી ગઈ છે.હેલ્થ બુલેટિન અનુસાર, હાલમાં દિલ્હીમાં કુલ 7,519 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 5,760 દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે.
વિભાગે કહ્યું કે,દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે 9,416 બેડ અનામત રાખવામાં આવ્યા છે, જેમાંથી સોમવારે 594 બેડ ફૂલ હતા.બુલેટિન મુજબ, કોવિડ-19 પેશન્ટ કેર સેન્ટર અને કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં તમામ બેડ હજુ પણ ખાલી છે.હાલમાં દિલ્હીમાં કુલ 335 કન્ટેઈનમેન્ટ ઝોન છે.