1. Home
  2. ગુજરાતી
  3. FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું – બીજા પક્ષની દખલગીરીના કારણે લેવાયો નિર્ણય
FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું – બીજા પક્ષની દખલગીરીના કારણે લેવાયો નિર્ણય

FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું – બીજા પક્ષની દખલગીરીના કારણે લેવાયો નિર્ણય

0
Social Share
  • FIFA એ  લીધો ભારતીય ફૂટબોલ ફેડરેશનન લઈને આ નિર્ણય
  •  તાત્કાલિક અસરથી ફએટરેશન  સસ્પેન્ડ ક્રયુ 
  •  આજથી થવાનો હતો આરંભ

દિલ્હીઃ- ભારતીય ફૂટબોલ રમત સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર આજે સામે આવી રહ્યા છે જે પ્રમાણે  વિશ્વ ફૂટબોલ સંચાલક મંડળ FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશનને તૃતીય પક્ષની દખલગીરીને કારણે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાત તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફિફાના નિયમોના ગંભીર ઉલ્લંઘનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે બીજી તરફ કોલકાતામાં 16 ઓગસ્ટ મંગળવારથી ડ્યુરન્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. બેંગ્લોર એફસી બીજા દિવસે જમશેદપુર એફસી સામે ટકરાશે. ટૂર્નામેન્ટમાં 11 ઈન્ડિયન સુપર લીગ  ક્લબ ભાગ લેશે.આ બાબતે ફિફાએ કહ્યું કે ભારતીય ફૂટબોલ સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય સર્વસંમતિથી  કરવામાં આવ્યો છે.

આ મહિનાની શરૂઆતમાં, વિશ્વ ફૂટબોલ સંચાલક સંસ્થા FIFA એ ત્રીજા પક્ષની દખલગીરીને કારણે ફૂટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. આ સાથે ફિફાએ ઓક્ટોબરમાં યોજાનાર મહિલા અંડર-17 વર્લ્ડ કપની યજમાનીનો અધિકાર છીનવી લેવાની ધમકી પણ આપી હતી.

AIFFના સસ્પેન્શનની અસર ભારતમાં યોજાનાર મહિલા અંડર-17 વર્લ્ડ કપ પર પણ પડી છે. તે પણ હવે સ્થગિત છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું.જો કે હવે આ નિર્ણયની અસર તેની પુર જોવા મળશે.

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનમાંથી સસ્પેન્શન હવે ત્યારે જ ઉઠાવવામાં આવશે જ્યારે તેઓ એકસાથે કામ કરવાનું શરૂ કરશે. FIFA  પ્રમાણે, “એઆઈએફએફમાંથી સસ્પેન્શન ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે તેના તમામ અધિકારીઓ સંપૂર્ણ રીતે સત્તામાં હશે સુપ્રીમ કોર્ટે AIFFને ચૂંટણી યોજવાના નિર્દેશ આપ્યાના થોડા દિવસો બાદ આ ચેતવણી આવી છે. જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ એ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 28 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code