અસદ અલી U14 ક્રિકેટ: ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A) નો 8 વિકેટે ભવ્ય વિજય
અમદાવાદ, 30 એપ્રિલ 2026: અમદાવાદના અસદ અલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ‘અસદ અલી U14 ક્રિકેટ ચેમ્પિયનશિપ સીઝન 2’ ની લીગ મેચમાં ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A) એ રાયઝ ક્રિકેટ ક્લબ સામે 8 વિકેટે શાનદાર જીત મેળવી છે. વિકાસ બી. ચૌહાણની અર્ધસદી અને શાનદાર બોલિંગ તેમજ અર્નવ દેસાઈ અને હેત પટેલની વેધક બોલિંગ જીતમાં મુખ્ય પરિબળ સાબિત થયા હતા.
રાયઝ ક્રિકેટ ક્લબના કેપ્ટન આદિત્ય રાજપૂતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટના બોલરો સામે રાયઝના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને સમગ્ર ટીમ 46.3 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાયઝ તરફથી માહીન શાહે સૌથી વધુ 52 રન (80 બોલ, 8 ચોગ્ગા) ફટકાર્યા હતા. અન્ય બેટ્સમેનોમાં તથ્ય પટેલે 32 અને કુશ થાથગરે 31 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી અર્નવ દેસાઈએ 29 રન આપી 2 વિકેટ અને હેત નરેશ પટેલે 26 રન આપી 2 વિકેટ ઝડપી હતી. વિકાસ ચૌહાણ અને વેદ ઠક્કરે પણ 1-1 વિકેટ મેળવી હતી.
153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A) ની ટીમે માત્ર 32.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 156 રન બનાવી મેચ જીતી લીધી હતી. વિકાસ બી. ચૌહાણે 76 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 56 રન બનાવી ટીમને જીત અપાવી હતી. ધ્વૈત શાહ (કેપ્ટન)એ 45 બોલમાં 7 ચોગ્ગા સાથે આક્રમક 41 રન બનાવ્યા હતા. યુવાંશ જૈને 56 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 37 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. રાયઝ ક્રિકેટ ક્લબ તરફથી કવિશ પ્રજાપતિ અને અંશ સિંહ પરિહારે 1-1 વિકેટ ઝડપી હતી, પરંતુ તેઓ રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા


