1. Home
  2. ગુજરાતી
  3. અસદ અલી U14 ક્રિકેટ ટૂર્નામેન્ટ: ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટિટ્યુટ (A)નો શાનદાર વિજય
અસદ અલી U14 ક્રિકેટ ટૂર્નામેન્ટ: ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટિટ્યુટ (A)નો શાનદાર વિજય

અસદ અલી U14 ક્રિકેટ ટૂર્નામેન્ટ: ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટિટ્યુટ (A)નો શાનદાર વિજય

0
Social Share

અમદાવાદ: શહેરમાં રમાઈ રહેલી પ્રતિષ્ઠિત ‘અસદ અલી U14 ક્રિકેટ ચેમ્પિયનશિપ સીઝન-૨’ માં ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટિટ્યુટ (જીસીઆઈ) ‘એ’ ની ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા સવિતા સ્પોર્ટ્સ એકેડમી સામે શાનદાર જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી આ લીગ મેચમાં ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટિટ્યુટે બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે પ્રભાવશાળી રમત રમીને મેચ પોતાના નામે કરી લીધી હતી.જીસીઆઈની ટીમ 84 રનથી જીતી હતી.

મેચની શરૂઆતમાં ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટિટ્યુટ (એ) ના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો સાહસિક નિર્ણય કર્યો હતો. ટીમના ઓપનરો અને મધ્યમ ક્રમના બેટ્સમેનોએ શિસ્તબદ્ધ બેટિંગ નમૂનો પેશ કરીને નિર્ધારિત ઓવરોમાં સ્કોરબોર્ડ પર મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. સવિતા સ્પોર્ટ્સ એકેડમીના બોલરો શરૂઆતમાં રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા, જેનો પૂરો ફાયદો ઉઠાવીને જીસીઆઈ(એ)ના બેટ્સમેનોએ મેદાનની ચારેય તરફ આકર્ષક શોટ્સ ફટકારી રન રેટ જાળવી રાખ્યો હતો. જીસીઆઈના બેસ્ટમેન યુવાંશ જૈને 51, વિકાસ ચૌહાણએ 30 અને મન પટેલે 21 રન ફટકાર્યાં હતા. જીસીઆઈએ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 202 રન ફટકાર્યાં હતા. સવિતા સ્પોર્ટસ એકેટમીના હસ્ત પટેલે પાંચ, લક્ષ્યએ 3 અને શૈયલ મોદીએ એક વિકેટ ઝડપી હતી.

203ના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સવિતા સ્પોર્ટ્સ એકેડમીની શરૂઆત નબળી રહી હતી. ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટિટ્યુટ (A) ના બોલરોએ લાઈન અને લેન્થ પર સચોટ બોલિંગ કરીને વિરોધી ટીમના બેટ્સમેનોને સેટ થવાનો કોઈ મોકો આપ્યો ન હતો. નિયમિત અંતરે વિકેટો પડવાને કારણે સવિતા સ્પોર્ટ્સ એકેડમીની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને રન ગતિ જાળવવામાં નિષ્ફળ રહેતા આખરે લક્ષ્યાંકથી દૂર રહી ગઈ હતી. આખી ટીમ 118 રનમાં ઓલઆઈટ થઈ ગઈ હતી. હસ્ત પટેલે સૌથી વધારે 29 રન બનાવ્યાં હતા. જ્યારે જીસીઆઈના બોલર તીર્થ પટેલે 3, મન પટેલ તથા હેત પટેલે બે-બે વિકેટ તથા શ્લોક પટેલ અને અર્નવ દેસાઈએ એક-એક વિકેટ લીધી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code