
આસામઃ CAAના વિરોધ મુદ્દે રાજકીય પાર્ટીઓને પોલીસની નોટિસ, તોડફોડ કરાશે તો કાર્યવાહી થશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટીફીકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએએ કાયદો લાગુ થયા બાદ વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આસામની રાજકીય પાર્ટીઓએ હડતાળનું એલાન કર્યું હતું. દરમિયાન આ રાજકીય પાર્ટીઓને ગુવાહાટી પોલીસે લીગલ નોટિસ પાઠવી છે અને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે, જો હડતાળ દરમિયાન કોઈ પણ પ્રકારની તોડફોડ તથા નુકશાન થશે તો ભરપાઈ પણ આ રાજકીય પાર્ટીઓ કરશે.
અખિલ આસામ વિદ્યાર્થી સંઘ અને 30 સ્વદેશી સંગઠનોએ ગુવાહાટી, બારપેટા, લખીમપુર, નલવાડી, ડિબ્રુગઢ અને તેજપુર સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં સીએએ કાયદની સામે દેખાયો યોજાયા હતા. આસામના 16 દળોએ સંયુક્ત વિપક્ષ (યુઓએફએ)એ મંગળવારે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. અખિલ આસામ વિદ્યાર્થી સંઘના સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન દરેક જિલ્લામાં કાયદાની પ્રતિયાંઓ સળગાવી હતી. મંગળવારે નોર્થ ઈસ્ટ સ્ટુડેંટ ઓર્ગેનાઈજેશન તરફથી તમામ રાજ્યની રાજધાનીઓમાં સીએએના વિરોધમાં દેખાવો કર્યાં હતા.
સીએએ કાયદો લાગુ થયા બાદ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ એક્ટીવ બની ગઈ છે. ત્રિલોકપુરી, સીલમપુર, મૌજપુર-બાબરપુર, વેલકમ જાફરાબાદ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. નોર્થ ઈસ્ટ અને સાઉથ-ઉસ્ટ દિલ્હીના અનેક વિસ્તારમાં દિલ્હી પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સ ફ્લેગ માર્ચ કરી રહ્યું છે.
દેશમાં થઈ રહેલા વિરોધને જોતા યુપીમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના ડીજીપી પ્રશાંત કુમારે પોલીસને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. આદેશ હેઠળ તમામ સંવેદનશીલ જિલ્લાઓમાં વધારાના પોલીસ દળોની તૈનાત સાથે વિશેષ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ડીજીપી હેડક્વાર્ટરથી સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. ત્રણ દિવસ પહેલા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડીજીપી પ્રશાંત કુમારે તમામ જિલ્લાઓમાં તૈનાત અધિકારીઓને સીએએના અમલીકરણની સંભાવના અંગે સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો.