1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના એરપોર્ટ પર કુલ પ્રવાસીઓમાં 25 ટકા દ્વારકા અને સોમનાથ આવતા દર્શનાર્થીઓ છે
રાજકોટના એરપોર્ટ પર કુલ પ્રવાસીઓમાં 25 ટકા દ્વારકા અને સોમનાથ આવતા દર્શનાર્થીઓ છે

રાજકોટના એરપોર્ટ પર કુલ પ્રવાસીઓમાં 25 ટકા દ્વારકા અને સોમનાથ આવતા દર્શનાર્થીઓ છે

0
Social Share

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ પર માર્ચ મહિનામાં રેકોર્ડબ્રેક પેસેન્જર્સની અવરજવર નોંધાઇ છે. જેમાં 25 ટકાથી વધુ પેસેન્જર સોમનાથ અને દ્વારકાના પ્રવાસે આવ્યા હતા. આમ સૌરાષ્ટ્રના બે મોટા યાત્રાધામને લઈને પ્રવાસીઓની સંખ્યામાં વધોરો થયો છે. રાજકોટથી એક જ દિવસમાં એક સાથે 11થી વધુ લાઈટ ઉડાન ભરતી હોય મુંબઈ, દિલ્હી, ગોવા, બેંગલોરની તમામ લાઇટ હાઉસફુલ જઈ રહી છે તેમજ ઇન કમિંગ ફલાઈટ્સ પણ પેસેન્જર્સથી ભરચક હોય છે જેમાં નિયમિત રીતે ટ્રાવેલિંગ કરતા પેસેન્જરોમાં બિઝમેન મેન, રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની સાથે પરીક્ષાઓ પુરી થતાં મોટાભાગના શહેરીજનો ફરવા જવાના મૂડમાં હોવાથી મુંબઈ માટેની બે, દિલ્હી માટેની બે ફલાઇટ ઉપરાંત ગોવા અને બેંગ્લોર માટેના 75 થી 160 સીટરના એરક્રાફ્ટને સારોએવો ટ્રાફિક મળી રહે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. બે વર્ષથી કોરોનાના લીધે હવાઈ સેવામાં બ્રેક લાગી હતી ત્યારબાદ પણ ધીમે ધીમે હવાઈ સેવા શરૂ થયા બાદ કોરોનાના લીધે ટ્રાફિક ખૂબ જ ઓછો હતો જેમાં ગત વર્ષે દિવાળી દરમિયાન રેકોર્ડબ્રેક રાજકોટના એરપોર્ટ પર ટ્રાફિક નોંધાયો હતો આ રેકોર્ડ પણ હવે તૂટી ગયો છે અને માર્ચ મહિનામાં 62264 લોકોએ રાજકોટ એરપોર્ટ પરથી અવર–જવર કરી હતી. જેમાં આવાગમનના મુસાફરોની સંખ્યામાં 25 ટકા પ્રવાસીઓ એવા હતા કે જે સોમનાથ અને દ્વારકા ખાસ ફરવા આવ્યા હતા. રાજકોટમાં કાર્યરત વિવિધ એરલાઇન્સના અધિકારીઓ જણાવી રહ્યા છે કે, સામાન્ય દિવસોમાં રાજકોટમાંથી મુસાફરી કરનારો વર્ગ વધુ હોય છે જેની સામે છેલ્લા એક મહિનામાં અન્ય શહેરોમાંથી રાજકોટ તરફ આવ્યા હોય એવા મુસાફરોની સંખ્યા પણ વધુ છે.

રાજકોટ અને તેની આજુબાજુના જિલ્લાઓ વેપાર-ઉદ્યોગથી ધમધમતા હોવાથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વેપાર-ધંધાના કામે મંબઈ-દિલ્હી કે અન્ય શહેરોમાં જવું પડતું હોય છે. અને સમયના બચાવવા માટે મોટાભાગે મોટા ધંધાર્થીઓ વિમાની સેવાનો ઉપયોગ કરતા હોય છે. જોકે બહારગામથી બિઝનેસ કે અન્ય કામ માટે આવ્યા હોય એવા મુસાફરોની સામે સોમનાથ દ્વારકા અને સાસણ ના પ્રવાસે આવ્યા હોય એવા પેસેન્જર્સ વધુ જોવા મળ્યા છે. બાય એર રાજકોટ સુધી આવ્યા બાદ અહીંથી સ્થાનિક ટ્રાવેલ એજન્ટની મદદથી બાય કાર સોમનાથ અને દ્વારકા તેમજ સૌરાષ્ટ્ર્રના અન્ય સ્ટેશન પર જઈ રહ્યા છે.

આ વર્ષે સૌરાષ્ટ્ર્રના પ્રવાસે આવનારા સહેલાણીઓ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સ્વીકારતા રાજકોટ ટ્રાવેલ એજન્ટ એસોશીએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ દાદાના દર્શને આવતા ભાવિકો અહીં સુધી આવ્યા બાદ નાગેશ્વર જ્યોતિર્લિગ અને શ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકાના દર્શન માટે જવાનો અચૂક પસદં કરે છે આ જાત્રાની સાથોસાથ શિવરાજપુર અને સાસણ ગીરનો પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો નોંધાયો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code