1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સમસ્યાના પાયામાં જઈને તેને ઉકેલવામાં આવે તો પ્રયાસો સફળ થાયઃ સીએમ ભુપેન્દ્ર પટેલ
સમસ્યાના પાયામાં જઈને તેને ઉકેલવામાં આવે તો પ્રયાસો સફળ થાયઃ સીએમ ભુપેન્દ્ર પટેલ

સમસ્યાના પાયામાં જઈને તેને ઉકેલવામાં આવે તો પ્રયાસો સફળ થાયઃ સીએમ ભુપેન્દ્ર પટેલ

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વાણી, વર્તન અને વ્યવહારમાં કર્મયોગ ભાવથી ફરજરત પોલીસ દળની ગરિમાને વધુ ઉંચાઇએ લઇ જવી છે, પોલીસ જવાનનો પિપલ ફ્રેન્ડલી એપ્રોચ હંમેશા લોકોની પ્રશંસા મેળવતો હોય છે અને સારા કાર્યોની છાપ જનમાનસમાં કાયમ રહેતી હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસે જવાનોને સ્ટ્રેસ મેનેજમેંટ, કાયદા-નિયમો,  બિહેવિયરલ ટ્રેનિંગ જેવા વિષયો પર તાલીમ આપવાનો નવતર અભિગમ અપનાવી એક દિવસીય સેમિનાર ‘પહેલ’નું આયોજન કર્યું હતું.

પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દપૂર્ણ બને તેમજ પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે, પ્રજા માટે, પ્રજા પડખે છે” તે ભાવના જનમાનસમાં જાગે તેવા આશયથી વિવિધ વિષય નિષ્ણાતો, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ આ એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન મનન કરશે.

મુખ્યમંત્રીએ ‘પહેલ’ સેમિનારનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર અને અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ગાયહેડ અને ક્રેડાઈ આ સેમિનારના સહયોગી બન્યા છે.

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને લોકોને વાહન ચાલનમાં વધુ સગવડતા મળે તે માટે અમદાવાદ શહેર પોલીસે ઘડેલી ‘એરીયા એડોપ્શન સ્કીમ’ લોન્ચ કરી હતી. આ સ્કીમ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર લોન્ચ કરાશે. આ એરિયા એડોપ્શન સ્કીમ શરૂ થવાથી જે-તે સ્થાનિક વિસ્તારના જનસહયોગ અને સૂચનોથી ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે.

મુખ્યમંત્રીએ  ‘પહેલ’ સેમિનારમાં વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી કામ કરવાની જે દિશા આપી છે, તે દિશામાં પોલીસ વિભાગે ‘પહેલ’ સેમિનાર અને ‘એરિયા એડોપ્શન સ્કિમ’થી વધુ એક કદમ ભર્યું છે.

મુખ્યમંત્રીએ નાનામાં નાના માનવીથી લઈને સૌ કોઇના સન્માનને મહત્વપૂર્ણ ગણાવી પોલીસ અને પ્રજા વચ્ચે સૌહાર્દ અને પરસ્પર સન્માનસભર વ્યવહાર ખૂબ આવશ્યક હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, નીતિ-નિયમો અને કાયદા પાલનમાં પોલીસની કડકાઇ સરાહનીય છે અને સરવાળે તો સમાજજીવનના ભલા માટે, સારા માટે જ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સમસ્યાના પાયામાં જઈને તેને ઉકેલવામાં આવે તો પ્રયાસો સફળ થતાં હોય છે અને સારાં પરિણામો મળતાં હોય છે. પોલીસ માનવીય સંવેદના સાથે આવા પ્રયાસો કરતી રહી છે તે પણ પ્રસંશનીય છે.

કોરોનાકાળમાં પોલીસકર્મીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારીઓને કર્મયોગી બનવાની શીખ આપી છે તેમાંથી સૌ પોલીસ જવાનોએ પ્રેરણા લઇ કોરોના જેવા કપરા કાળમાં પણ હસતાં મોં એ સેવા કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code