ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કર્યો છે. કિશોરોને નુકસાનકારક ઓનલાઇન કન્ટેન્ટથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આલ્ફાબેટની માલિકીની યુટ્યુબ ચેનલને અગાઉ શૈક્ષણિક ઉપયોગને કારણે પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી હતી, પણ 37 ટકા કિશોરો યુ-ટ્યુબનું નુકસાનકારક કન્ટેન્ટ જોતાં હોવાનો સર્વે પ્રસિધ્ધ થયા બાદ તેનાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવેમ્બરમાં અમલમાં આવેલા કાયદા અંતર્ગત દેશમાં કિશોરો માટે ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને સ્નેપચેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિયમનું પાલન ન કરનાર કંપીઓ પર 50 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો દંડ કરવામાં આવે છે.