
IAS વિજય નહેરાના પુત્ર આર્યન નહેરા એશિયન ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
- IAS વિજય નહેરાના પુત્ર આર્યન નહેરા ભારતનું નામ કરશે રોશન
- એશિયન ગેમ્સમાં થઈ પસંગદી
- આર્યન નહેરા ભારતનું પ્રતિનિધિત્વ કરશે
અમદાવાદ – ગુજરાત સરકારના આઈએએસ અધિકારી એવા વિજય નહેરા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ,ખાસ કરીને તેમના પુત્રની જો વાત કરવામાં આવે તો તે એક સારા સ્વિમર છે જેને લઈને તેઓ અનેક સ્પર્ધામાં ભાગ લઈને વિજય મેળવી ચૂક્યો છે,જો કે હવે વિજય નહેરાના પુત્ર આર્યન નહેરાની એશિયન ગેમ્સમાં પસંદગી કરવામાં આવી છે,આ રીતે ફરી તેણે પોતાના પિતાનું અને દેશનું પણ નામ રોશન કર્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિજય નહેરાના પુત્ર આર્યન હવે એશિયન ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. વિજય નહેરાના પુત્રની જો ટ્રેનિંગની વાત કરવામાં આવે તો તે રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ મેળવી ચૂકેલા છે. તેઓ આ વર્ષ દરમિયાન સપ્ટેમ્બરમાં ચાઇનામાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ફરી એક વખત ભારતનું નામ રોશન કરવા જઈ રહ્યા છે.
જો એશિયન ગેમ્સ વિશે વાત કરીએ તો તે ચીનમાં સપ્ટેમ્બર મહીનાથી શરુ થવા જઈ રહી છે.આ ગેમ્સમાં વિશ્વભરમાંથી અનેક દેશોના રમતવીરો ભાગ લેવા જઈ રહ્યા છે. આ ગેમ્રસમાં જૂદી જૂદી રમતો જેણે પોતાના દેશનું નામ રોશન કર્યું છે તેઓને અહી તક આપવામાં આવે છે,
ત્યારે હવે આ એશિયન ગેમ્સમાં ગુજરાત રાજયના જાણીતા એવા આઈએએસ અધિકારી વિજય નેહરાના પુત્ર આર્યને પણ આ તક સાપડી છે. અથાગ મહેનત અને સતત પ્રયત્નશીલ રહેતા આર્યન નહેરા સ્વિમિંગને લઈને ચર્ચામાં રહેતા હોય છે,તેમની આ મબેનત રંગ લાવી છે. આર્યન હવેચાઈના એશિયન રાજ્ય સહીત દેશનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે.ઉલ્લેખનીય છે કે વિજય નહેરા કે જેઓ અમદાવાદમાં મ્યૂનિસિપલ કમિશ્નર તરીકે રહી ચૂકેલાં છે તેમની પુત્રી પણ એક સારી સ્વિમર છે તેણે પણ અનેક સ્પર્ધામાં મેડલ જીત્યા છે