
ગણેશજીની 9 ફૂટ ઊંચી પ્રતિમાં સ્થાપિત કરવા પર રાજકોટ શહેરમાં પ્રતિબંધ – પોલીસ કમિશ્નરનું જાહેરનામુ
- રાજકોટમાં ગણેશજીની 9 ફૂટ ઈંચી મૂર્તિ સ્થાપિત કરવા પર પ્રતિબંઘ
- રાજકોટ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું
રાજકોટઃ- શહેરમાં શ્રાવણ મહિનાના તહેવારોની તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ત્યારે હવે ગણેશ ચતૂર્થીની તૈયારીઓ પણ જોરશોરમાં કરવામાં આવી રહી છે જો કે આ પહેલા જ રાજકોટ શરેહના લોકોને ગણેશજીની 9 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી નથી.
9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિની સ્થાપના પર રાજકોટ પોલીસ કમિશ્નરે પ્રતિબંધ મૂકતા જાહેરનામુ જારી કર્યું છે. જે તારીખ 11 ઓગસ્ટથી લઈને એક મહિનાનું જાહેરનામું પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વખતે 31 ઓગ્સટના રોજ ગણેશ સ્થાપનો દિવસ છે. શહેરમાં અનેક શ્રદ્ધાળુંઓ પંડાલમાં ગણેશ મૂર્તિની સ્થાપના કરી 4 કે 9 દિવસ સુધી પૂજા આરતી કરીને ભગવાન ગણએશની આરધાના કરતા હોય છે ,ત્યાર બાદ 11 દિવસ પછી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
મોટી મોટી મૂર્તિઓ નદીમાં વિસર્જન કર્યા બાદ કિનારા પર તરતી આવે છે, ક્યાર કેટલીક મૂર્તિઓ ખંડીત થઈ ગઈ હોય છે પરિણામે પર્યાવરણને પણ હાનિ પહોંચે છે નદીમાં રહેતા જીવોને પણ નુકશાન થાય છે જેને લઈને રાજકોટમાં ગણેશજીની મોટી પ્રતિમાં સ્થઆપિત કરવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે.આ માટે પોલીસ કમિશ્નરે 11 ઓગસ્ટ થી લઈને 11સપ્ટેમ્બર સુધીનું જાહેનામું જારી કર્યું છે
આ સહીત જાહેરનામાં પ્લાસ્ટિક ઓફ પેરિસની પ્રતિમાં વેચવા કે સ્થાપિત કરવા પર બેન પખાયો છે. માટીની મૂર્તિ બેઠક સહીતની ‘9’ કુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેંચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ છે.તેથી વિશેષ કે નક્કી કરેલા જળાશયોમાં જ મૂર્તિનું વિસર્જન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે