1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની  જાહેરાત, બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલીને હવે વીર સાવરકર સેતુ કરાશે
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની  જાહેરાત, બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલીને હવે વીર સાવરકર સેતુ કરાશે

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની  જાહેરાત, બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલીને હવે વીર સાવરકર સેતુ કરાશે

0
Social Share
  • મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય
  • મુંબઈના સી લીંકને વીર સાવરકર તરીકે ઓળખાશે

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેની સરકારે એક મહત્વના નિર્ણયની વિતેલા દિવસે જાહેરાત કરી થે જે પ્રમાણે તેમણે કહ્યું કે પશ્ચિમ મુંબઈમાં બાંધવામાં આવનાર બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે તેમણે જણાવ્યું હતું કે હિન્દુત્વને ધ્યાનમાં રાખીને વીડી સાવરકરના નામ પર હવે સી લીંકને ઓળખવામાં આવશે. આ સી લિન્ક હવે વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. ગઈકાલે એટલે કે 28 મેના રોજ વીર સાવરકરની જન્મજયંતિ હતી તે દિવસે મહારાષ્ટ્રની સરકારે આ નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં વીર સાવરકરનું ઘણું મહત્વ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર વિશે નિવેદન આપ્યું ત્યારે તેના પર ભારે હોબાળો થયો હતો, ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે જે રીતે સી લીંકનું નામ બલદ્યું તે રીતે કોંગ્રેસને ફરી પેટમાં તેલ રેડાઈ તો નવાઈ નહી હોય.

કે એક તરફ જ્યાં રવિવારે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું, તો બીજી તરફ વીર સાવરકરની જન્મજયંતિની પણ ઉજવણી થઈ રહી હતી. પીએમ મોદીએ સંસદ ભવનમાં વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન અન્ય ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોએ પણ સાવરકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યારે આ નવા સંસદ ભવનના ઉદ્ધાટનના અવસરે  એકનાથ શિંદે સંસદના નવા ભવનને નવા ભારતનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગર્વની વાત છે કે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન વીર સાવરકરની જન્મજયંતિ 28 મેના રોજ થઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન કાર્યક્રમનો તમામ વિપક્ષી દળોએ બહિષ્કાર કર્યો હતો. આ પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિને ઈરાદાપૂર્વક ઈવેન્ટથી દૂર રાખવામાં આવ્યા હતા, જો કે આ તમામ સ્થિતિ વચ્ચે પીેમ મોદીએ ઉત્સાહભેર સંસંદ ભવન ખુલ્લુ મૂક્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code