Site icon Revoi.in

બાંગ્લાદેશ: ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાનનો નિર્દોષ છુટકારો

Social Share

બાંગ્લાદેશમાં, સુપ્રીમ કોર્ટે ઝિયા ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. BSS અનુસાર, મુખ્ય ન્યાયાધીશ સૈયદ રેફાત અહમદની અધ્યક્ષતાવાળી અદાલતે સર્વાનુમતે આ ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરતો ચુકાદો આપ્યો જેમાં બેગમ ખાલિદા ઝિયાની શરૂઆતની પાંચ વર્ષની જેલની સજા વધારીને 10 વર્ષ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેમને દોષિત ઠેરવતો નીચલી અદાલતનો આદેશ પણ રદ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસ આરોપીઓ સામે બદલો લેવા માટે દાખલ કરવામાં આવ્યો હતો.

79 વર્ષીય ખાલિદા ઝિયા હાલમાં લંડનની એક હોસ્પિટલમાં દાખલ છે. તેઓ સંધિવા, ડાયાબિટીસ, લીવર સિરોસિસ અને કિડની રોગ સહિત અનેક રોગોથી પીડાય છે. તેમના ડૉક્ટરના મતે, તેમને ખાસ સારવારની જરૂર છે જે બાંગ્લાદેશમાં ઉપલબ્ધ નથી. આ કેસમાં સહ-આરોપી, ખાલિદા ઝિયાના પુત્ર અને બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન, લંડનમાં સ્વ-નિર્વાસનમાં ગયા છે.