Site icon Revoi.in

રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ, આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ થશે પસાર

Social Share

નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બેન્કિંગ સંશોધન વિધેયક-2024 વિચાર અને પસાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે. સંસદના બજેટસત્રના બીજા તબક્કામાં આજે રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ સહિત આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ પસાર થશે તો લોકસભામાં આજે બજેટ પર ચર્ચા કરાશે.

સંસદના બંને ગૃહોમાં વિવિધ સંસાધનો સાથે જોડાયેલ બજેટીય પ્રાવધનો પર ચર્ચા ચાલી રહી છે. જે અંતર્ગત આજે રાજ્યસભામાં શૂન્યકાળ અને પ્રશ્નકાળ દરમિયાન રાજ્યસભામાં બેન્કિંગ સંશોધન વિધેયક-2024 વિચાર અને પસાર કરવાનો પ્રસ્તાવ નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આપદા પ્રબંધન સંશોધક વિધેયક -2024ને પસાર કરવા માટે રજૂ કરશે સાથે જ કોર્પોરેટ કાર્ય મંત્રાલય સાથે જોડાયેલ અનુદાન માંગો પર કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા તેમનું વક્તવ્ય આપશે. બીજી તરફ લોકસભામાં આજે બજેટ પર આગળની ચર્ચા થશે.