Site icon Revoi.in

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરાઈ, શ્રેયસ ઐયર અને ઈશાન કિશનનો કરાયો સમાવેશ

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) 2024-25 સીઝન (1 ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025) માટે ટીમ ઈન્ડિયા માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. અપેક્ષા મુજબ, રોહિત શર્મા અને વિરાટ કોહલીને A+ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. તેમાં કુલ 4 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે બહાર કરાયેલા શ્રેયસ ઐયર અને ઇશાન કિશનને કરાર હેઠળ સમાવેશ કરાયો છે.

ગ્રેડ A+ માં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રેડ A માં મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, ગ્રેડ B માં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યર તેમજ ગ્રેડ C માં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસીદ્ધ ક્રિષ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવતી અને હર્થિત રાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Exit mobile version