1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ,સુરત અને રાજકોટમાં ડ્રગ્સ અને વિસ્ફોટક પદાર્થો શોધી કાઢવા માટે બીગલ બ્રીડના ડોગ તૈનાત કરાયાં
અમદાવાદ,સુરત અને રાજકોટમાં ડ્રગ્સ અને વિસ્ફોટક પદાર્થો શોધી કાઢવા માટે બીગલ બ્રીડના ડોગ તૈનાત કરાયાં

અમદાવાદ,સુરત અને રાજકોટમાં ડ્રગ્સ અને વિસ્ફોટક પદાર્થો શોધી કાઢવા માટે બીગલ બ્રીડના ડોગ તૈનાત કરાયાં

0
Social Share

અમદાવાદ:  ગુજરાતમાં પણ હવે ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે ત્યારે પોલીસે હવે ડ્રગ્સને પકડવા માટે તેમજ વિસ્ફોટ પદાર્થો શોધી કાઢવા માટે  તાલીમ પામેલા ડોગને તૈનાત કર્યા છે. ડ્રગ્સ પેડલરોએ ભારતમાં ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવા અમદાવાદ એરપોર્ટ અને કચ્છનો રૂટ પસંદ કર્યો હોવાથી ગુજરાત પોલીસ સતર્ક થઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે જૂન 2020માં ખરીદાયેલા બીગલ બ્રીડના ડોગ્સને ટ્રેનિંગ બાદ હવે 3 જુદા-જુદા જિલ્લાઓમાં માદક પદાર્થ અને વિસ્ફોટકો શોધી કાઢવા માટે તૈનાત કરી દેવાયા છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે ડીજીપી વિકાસ સહાયના જણાવ્યા અનુસાર આ કૂતરાઓનો માદક પદાર્થ અને વિસ્ફોક સુંધી કાઢવા માટેની ટ્રેનિંગ આપવા માટે 22 લાખના ખર્ચે કિટ પણ ખરીદવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ બ્રીજના ડોગ્સને ટ્રેન કરવા માટે બે નિષ્ણાત ટ્રેનર પણ રાખવામાં આવ્યા હતા. હવે સુરત, રાજકોટ અને અમદાવાદમાં એક-એક બીગલ બ્રીડના ડોગ વિસ્ફોટક અને માદક પદાર્થ સુંઘી કાઢવા માટે તૈનાત કરાયા છે. જ્યારે એકને કચ્છ પશ્ચિમ વિસ્તારમાં તૈનાત કરાયો છે.

ગજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ હમેશા આતંકવાદીના ટાર્ગેટ પર હોવાથી ત્યાં ખાસ કરીને વિસ્ફોટક પદાર્થ શોધી કાઢવા માટે બીગલને તૈનાત કરાયા છે. જ્યારે વિદેશમાંથી લવાતા ગેરકાયદે ડ્રગ્સને ભારતમાં ઘૂસાડવા માટે કચ્છનો રૂટ પસંદ કર્યો હોવાનું તાજેતરમાં સામે આવતા ત્યાં એક ટ્રેન કરાયેલી બીગલ બ્રીડના ડોગને તૈનાત કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સીઆઈડી ક્રાઈમ ડ્રગ્સ માફિયા અને ડ્રગ પેડલરોને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 200 કરતા વધારે તત્વોને પકડવામાં આવ્યા હતા.

આ અંગે એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથેની સરહદે આવેલો છે અને ત્યાંથી મોટા પ્રમાણમાં માદક પદાર્થ ઘૂસાડવામાં આવતા હોવાનો ષડયંત્રનો પર્દાફાશ થયો હોવાથી ગુજરાત પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ વધુ સર્તક બની ગઈ છે. ગુજરાત પોલીસ સાથે સંકળાયેલા એક ડોગ ટ્રેનરના જણાવ્યા મુજબ બીગલ બ્રીડ સૌ પ્રથમ 16મી સદીમાં શોધાઈ હતી. બીગલ ની સૂંઘવાની શક્તિ અદભૂત છે. તેઓ પ્રમાણમાં નાના અને સ્ટર્બન હોય છે. આ બ્રીડના કૂતરાનું નાક ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેમને કોઈપણ જાતની સેંટનો પીછો કરવાની મજા આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code