1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ ક્રોમ યુઝર્સ થઇ જાવ સાવધાન ! તમારી સિસ્ટમ જોખમમાં આવી શકે છે
ગૂગલ ક્રોમ યુઝર્સ થઇ જાવ સાવધાન ! તમારી સિસ્ટમ જોખમમાં આવી શકે છે

ગૂગલ ક્રોમ યુઝર્સ થઇ જાવ સાવધાન ! તમારી સિસ્ટમ જોખમમાં આવી શકે છે

0
Social Share
  • ગૂગલ ક્રોમ યુઝર્સ થઇ જાવ સાવધાન!
  • સરકારે જારી કરી ચેતવણી
  • તમારી સિસ્ટમ જોખમમાં આવી શકે છે

વિશ્વની જાણીતી કંપની ગૂગલના સર્ચ પ્લેટફોર્મ ગૂગલ ક્રોમને દરેક વ્યક્તિ જાણે છે.દરેક વ્યક્તિ આ પ્લેટફોર્મનો ઉપયોગ કોઈને કોઈ કામ માટે કરે છે. ભારતમાં પણ, તે એક લોકપ્રિય સર્ચ પ્લેટફોર્મ છે જેના પર મોટાભાગના લોકો નિર્ભર છે.એવામાં, ભારત સરકારે ગૂગલ ક્રોમને લઈને ચેતવણી જાહેર કરી છે.જો તમે પણ હાલમાં તમારા રોજિંદા કામ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યાં છો, તો આ સમાચાર તમારા કામના છે.

વાસ્તવમાં, ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એ ક્રોમના યુઝર્સને કડક ચેતવણી આપી છે.જાણકારી અનુસાર બ્રાઉઝરમાં ઘણી ખામીઓ છે જેને હાઈ એલર્ટ તરીકે માર્ક કરવામાં આવી છે. CERT-In એ એક સરકારી એજન્સી છે જે સાયબર સુરક્ષા જોખમોનું સંચાલન કરે છે. એજન્સીના પ્રકાશિત અહેવાલમાં ગૂગલ ક્રોમમાં આવી રહેલી સમસ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

ક્રોમએ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બ્રાઉઝર્સમાંનું એક છે. ઘણા લોકો આ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે કારણ કે તે તમામ Android ઉપકરણો સાથે સંકલિત છે.એનાલિટિક્સ ફર્મ સ્ટેટ કાઉન્ટરના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે,ક્રોમ વૈશ્વિક સ્તરે સૌથી વધુ બ્રાઉઝર માર્કેટ શેર ધરાવે છે.આ વેબ વપરાશના 63 ટકા હિસ્સો ધરાવે છે, જે આશ્ચર્યજનક નથી.બ્રાઉઝરની લોકપ્રિયતા તેને એકસાથે બહુવિધ ઉપકરણો સુધી પહોંચવા માટે સાયબર હુમલાઓનું લક્ષ્ય બનાવે છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે,ગૂગલ ક્રોમમાં ઘણી નબળાઈઓ નોંધવામાં આવી છે, જે હેકર અને સાયબર હુમલાખોરને સરળતાથી સિસ્ટમ હેક કરવાની તક આપી શકે છે.રિપોર્ટ અનુસાર, સિક્યોર બ્રાઉઝિંગ, રીડર મોડ, વેબ સર્ચ, થંબનેલ ટેબ સ્ટ્રીપ, સ્ક્રીન કેપ્ચર, વિન્ડો ડાયલોગ, પેમેન્ટ્સ, એક્સ્ટેન્શન્સ, ફુલ સ્ક્રીન મોડ, સ્ક્રોલ, એક્સ્ટેંશન પ્લેટફોર્મ જેવા કારણોસર ગૂગલ ક્રોમમાં ખામીઓ છે.

પરંતુ, યુઝર્સને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગૂગલે પહેલેથી જ એક અપડેટ બહાર પાડ્યું છે અને ચેતવણી એવા યુઝર્સ માટે છે જેઓ હજી પણ 98.0.4758.80 પહેલા Google Chrome વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છે.નવું ક્રોમ 98.0.4758.80/81/82 અપડેટ તાજેતરમાં Windows માટે અને 98.0.4758.80 Mac અને Linux યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા સુધારાઓ શામેલ છે.

સાયબર સિક્યોરિટી ટીમના જણાવ્યા મુજબ યુઝર્સને ક્રોમના જૂના વર્ઝનનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ક્રોમ ટીમે જાણ કરી છે કે,નવું અપડેટ 27 સિક્યોરીટી ફિક્સ કરે છે, જેમાં ઉપરોક્ત તમામ મુદ્દાઓનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code