1. Home
  2. ગુજરાતી
  3. UNમાં સંબોધન કરતા પહેલા ઈમરાન ખાને કાશ્મીર મામલે હાર માની-કહ્યું ,’જાણું છું કે કોઈ ફાયદો નથી’
UNમાં સંબોધન કરતા પહેલા ઈમરાન ખાને કાશ્મીર મામલે  હાર માની-કહ્યું ,’જાણું છું કે કોઈ ફાયદો નથી’

UNમાં સંબોધન કરતા પહેલા ઈમરાન ખાને કાશ્મીર મામલે હાર માની-કહ્યું ,’જાણું છું કે કોઈ ફાયદો નથી’

0
Social Share
  • ઈમરાને સ્વીકાર્યું કે કાશ્મીર મામલે કોઈ ફાયદો નહી થાય
  • યૂએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો વ્યર્થ
  • અમેરીકી મીડિયો સામે પોતાની હાર સ્વીકારી
  • આ પહેલા પણ કાશ્મીર મામલે પાકિસ્તાનને હાર મળી ચૂકી છે
  • ઈમરાન ખાન તેના નિષ્ફળતાના સતત પ્રયત્નો ચાલુ રાખશે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન આજે સંયૂક્ય રાષ્ટ્રમાં સંબોધન કરવાના છે,તેમણે પોતાના સંબોધન કરતા પહેલા જ એકવાર ફરી કાશ્મીરના મુદ્દાને છેડતા કહ્યું કે,તે ફરી અહિયા જમ્મુ કાશ્મીરના મુદ્દાને ઉઠાવવા માટે જ આવ્યા છે,પરંતુ  આ વિશે કંઈ પણ સંબોધન કરે તે પહેલાજ તેમણે હાર માની લીધી છે,કહ્યું કે,હું જાણું છું કે,આ મામલે કોઈજ ફાયદો નથી

ન્યૂયોર્ક ટાઇમ્સના એડિટર્સ જોડે વાત કરતા પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું જાણું છું કે સંયુક્ત રાષ્ટ્રમાં મારા જમ્મુ-કાશ્મીરના ભાષણ પર કોઈ ખાસ અસર નહી જ પડે, ખાસ કરીને આગળના દિવસોમાં પણ … પરંતુ તે ઈચ્છે છે કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો વિશ્વના લોકો સાંભળે.

ઇમરાન ખાનના નિવેદનથીએ વાત તો  સ્પષ્ટ છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ચોક્કસપણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે જ, પરંતુ તેમને  સંબોધનથી કોઈ આશા નથી.ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમને આ મુદ્દે હાર મળી હતી.

ઈમરાન ખાને કહ્યું કે,ભારતે જમ્મુ-કાશ્મીર માટે જે નિર્ણય લીધો છે તે નિયોમોના વિરુદ્ધ છે અને તેમને આ વાતનો ખ્યાલ નહોતો કે તેનો વિરોધ પણ થઈ શકે છે, જો સંયૂક્ત રાષ્ટ્ર આ મામલે દખલ નહી કરે તો પછી કોણ કરશે?

પાકિસ્તાનના પ્રધાનમંત્રી  પહેલા પણ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સામે પણ આ મુદ્દાને ઉઠાવી ચૂક્યા છે,પરંતુ કોઈ ફાયદો થયો નહોતો,ટ્રેમ્પે કાશ્મીરના મામલે મધ્યસ્થતાની વાત તો કરી પરંતુ સાથે-સાથે એમ પણ કહ્યું કે,એવું ત્યારે જ બની શકે છે જ્યારે આ વાત પર ભારતની સહમતિ હોય.

પરંતુ ભારતે પણ તે સ્પષ્ટ કરી દીધું છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે ને તે પાકિસ્તાન સાથે ત્યારે જ વાત કરશે જ્યારે પાકિસ્તાન આતંકવાદ વિશે વાત તકરવા માંગશે,દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરશે. પીએમ મોદીના ભાષણ પછી તરત જ  ઇમરાન ખાનનું સંબોધન છે, જો ઇમરાન ખાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે અને ભારત પર આરોપ લગાવશે તો ભારત તરફથી ભારતના પ્રતિનિધિઓ આ આક્ષેપોનો વળતો જવાબ આપશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code