1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં જાણીતી ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટના પિતા ભાનુશંકર ભટ્ટનું નિધન
અમદાવાદમાં જાણીતી ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટના પિતા ભાનુશંકર ભટ્ટનું નિધન

અમદાવાદમાં જાણીતી ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટના પિતા ભાનુશંકર ભટ્ટનું નિધન

0

અમદાવાદઃ રાજ્યમાં જાણીતા જીટીપીએલ ગ્રુપના ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટના પિતાશ્રી ભાનુશંકર લક્ષ્મીશંકર ભટ્ટનું આજે નિધન થયું હતું. સ્વ. ભાનુશંકર ભટ્ટની અંતિમ ઈચ્છા અનુસાર પરિવારજનોએ તેમના નેત્રના દાનની સાથે દેહદાન કરીને લોકોને દેહદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે સ્વ. ભાનુશંકર ભટ્ટને શ્રદ્ધાજંલી પાઠવી છે.

શહેરના પંચવટી વિસ્તારમાં પરિવાર સાથે વરસાટ કરતા દેવાંગભાઈ ભટ્ટના પિતા ભાનુશંકર લક્ષ્મીશંકર ભટ્ટ ગુજરાત સરકારમાં એ.જી. ઓફિસમાં ક્લાસ 2 અધિકારીના ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ નિભાવતા હતા. કાર્યને સમર્પિત રહેવાના ગુણ સાથે તેઓ સુપરિટેન્ડેન્ટના ઉચ્ચ હોદ્દા પરથી રિટાયર્ડ થયા હતા. વધતી ઉંમરની અસરોને ધ્યાને લઇને ભાનુશંકર ભટ્ટે પરિવારજનો સામે ઇચ્છા વ્યક્ત કરી હતી કે મારા મૃત્યુ બાદ મારા દેહનું દાન કરજો. એટલે જીંદગીને મોજથી જીવનારા ભાનુશંકર ભટ્ટે મૃત્યુને પણ તહેવારની જેમ ઉજવવાનો નિર્ધાર કર્યો હતો. દરમિયાન આજે 83 વર્ષની ઉંમરે તેમને હ્રદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું હતું. પરિવારજનોએ પિતાશ્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે નગરી હોસ્પિટલમાં ચક્ષુદાન કરાયું અને બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં દેહદાન કરાયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.