1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો,ઋષભ પંત IPL 2023માંથી બહાર
દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો,ઋષભ પંત IPL 2023માંથી બહાર

દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો,ઋષભ પંત IPL 2023માંથી બહાર

0
Social Share

મુંબઈ:IPL 2023ની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે.વાસ્તવમાં, વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત, જે તાજેતરમાં કાર અકસ્માતનો શિકાર બન્યો હતો, તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.પંત દિલ્હીનો સુકાની હતો, હવે તેની બહાર થવું ફ્રેન્ચાઇઝી માટે મોટું નુકસાન છે.સૌરવ ગાંગુલીની તાજેતરમાં દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેણે માહિતી આપી હતી કે પંત હવે આઈપીએલની આ સિઝનમાં રમી શકશે નહીં.

તેણે કહ્યું, “ઋષભ પંત IPL માટે ઉપલબ્ધ રહેશે નહીં. ટીમ માટે આ એક શાનદાર આઈપીએલ હશે અને અમે સારું પ્રદર્શન કરીશું પરંતુ રિષભ પંતની ગેરહાજરી ટીમ પર ચોક્કસપણે અસર કરશે.તેની કપ્તાનીમાં ટીમે સારું પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી.જોકે દિલ્હીની ટીમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી ગઈ હતી.

પંતનો 30 ડિસેમ્બરે અકસ્માત થયો હતો.ડિવાઈડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતા તેની કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી.તે જ સમયે, પંતની પીઠ પર ઇજાઓ હતી, તેમજ તેના જમણા ઘૂંટણની લિંગામેંટ ફાટી ગઈ હતી. હાલ તેની મુંબઈમાં સારવાર ચાલી રહી છે.આ જ કારણ છે કે,પંત હવે આઈપીએલની આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.પંતના ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે. હવે તેને સાજા થવામાં લાંબો સમય લાગી શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code