
પંજાબમાં મોટુ કાવતરું નિષ્ફળ, બોલેરોમાં મોબ્બ ફીટ કરતા બે ગુનેગારો CCTVમાં કેદ ,ઘટનાની તપાસ શરુ
- પંજાબના અમૃતસરમાં મોટુ કાવતરું નિષ્ફળ
- બોલેરોમાં મોબ્બ ફીટ કરતા બે ગુનેગારો CCTVમાં કેદ
- પોલીસે ફૂટેજ આઘારે ઘટનાની તપાસ શરુ કરી
ચંદિગઢઃ- પંજાબમાં અવાર નવાર આતંકીઓની જનર શાંતિ ભંગ કરવા પર ટકેલી હોય છે અનેક ગુનાહીત પ્રવૃત્તિને અંજાબ આપવાના ઘણા કિસ્સાઓ નોંધાતા હોય છે ત્યારે આજરોજ પણ કંઈક આવી જ ઘટના અમૃતસરમાંથી પ્રકાશમાં આવી છે જે પ્રમાણે 2 અજાણ્યા ઈસમો બોલેરો કારમાં બોમ્બ ફીટ કરતા સીસીટીવીમાં કેદ થયા છે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તેમની તપાસમાં જોતરાય છે.
મળતી વિગતો પ્રમાણે અમૃતસરના અમૃતસરની પોશ કોલોની રણજીત એવન્યુમાં આજરોજ સવારે આ ઘટના બની હતી ,બોલેરો કારની નીચે બોમ્બ મૂકતા બે માસ્ક પહેરેલા ઈસમો મોટરસાઇકલ પર આવ્સયા હતા. જેઓ આ કૃત્સીય કરતા સીટીવી કેમેરામાં કેદ થયા હતા.
આ ઘટના રસ્તા પરથી પસાર થતા યુવકે નિહાળઈ હતી અને ત્યાર બાદ વાહન માલિકને તરત આ મામલે જાણ કરાી હતી.કાર માલિકે તરત જ પોલીસને આ સમગ્ર ઘટનાની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદ મળતાની સાથે અમૃતસર પોલીસે ઘટના સ્બોથળે જઈને બોલેરો કારને પોતાના કબજામાં લીધી અને તમામ લોકોને આસપાસથી દૂર કર્યા હતા આ સાથે જ સીસીટીવી ચેક કર્યા બાદ જાણવા મળ્યું છે કે મોટરસાઇકલ પર સવાર યુવક બોલેરો કારની કંઈક મૂકી રહ્યા હતા ,બોમ્હ મૂક્યા બાદ આ ઈસમો ફરાર થી ગયા છે જો કે સીસીટીવીમાં કેદ થયેલ ફૂટેજના આધારે બન્ને વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.