- કોરોના હવે વૈશ્વનિક મહામારી નહી
- WHOની મહત્વની જાહેરાત
દિલ્હીઃ- દેશ-વિદેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો વર્ષ 2019થી કોરોનાના કેસો આવવા લાગ્યા હતા ત્યાર બાદ કોરોનાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું અને સંક્રમણ મોટા પાયે ફેલાવા લાગ્યું દુનિયાભરમાં કોરોનાને વૈશ્વનિક મહામારી જાહેર કરવામાં આવી જો કે હવે કોરોનાના લઈને એક સારા સમાતાર સામે આવ્યા છે WHO એ મહત્વની જાહેરાત કરી છે કે હવેથી કોરોના વૈશ્વિક મહામારી નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં કોરોના વાયરસ પર મોટો નિર્ણય લીધો છે. WHOએ કહ્યું છે કે કોરોના હવે પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી. શુક્રવારે, WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે કહ્યું, “ગઈકાલે, ઈમરજન્સી કમિટીની 15મી વખત બેઠક થઈ, જેમાં વિશ્વમાં કોવિડ-19ની વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
કોરોનાને લઈનમે વધુમાં WHOએ કહ્યું કે 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જોકે WHOએ સ્પષ્ટતા કરી છે કે કોરોના હજુ પણ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો છે જ્યારે કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી, ત્યારે ચીનમાં 100થી ઓછા કોરોના કેસ જોવા મળ્યા હતા અને કોઈનું મોત થયું નથી.
કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીમાંથી બહાર કાઢવાની જાહેરાત સાથે WHOના ડિરેક્ટરે કહ્યું કે આપણે હજુ પણ કોરોનાને લઈને સતર્ક રહેવાની જરૂર છે. ડૉ. ટેડ્રોસે યાદ કર્યું કે 1221 દિવસ પહેલા WHOને ચીનના વુહાનમાં અજ્ઞાત કારણના ન્યુમોનિયાના કેસો વિશે જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, 30 જાન્યુઆરી 2020 ના રોજ, આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો હેઠળ બોલાવવામાં આવેલી કટોકટી સમિતિની સલાહ પર COVID19 ને વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવી હતી.