1. Home
  2. ગુજરાતી
  3. શાહરુખ ખાનના પુત્ર આર્યનને ડ્રગ્સ કેસમાં મોટી રાહત – NCB કસ્ટડીમાં વધારો કરવાની માંગ નહી કરે 
શાહરુખ ખાનના પુત્ર આર્યનને ડ્રગ્સ કેસમાં મોટી રાહત – NCB કસ્ટડીમાં વધારો કરવાની માંગ નહી કરે 

શાહરુખ ખાનના પુત્ર આર્યનને ડ્રગ્સ કેસમાં મોટી રાહત – NCB કસ્ટડીમાં વધારો કરવાની માંગ નહી કરે 

0
Social Share
  • આર્યન ખાનન કસ્ટડી વધારવાની માંગ નહી કરે એનસીબી
  • ડ્રગ્સ કેસમાં આર્યનને મોટી રાહત

 

મુંબઈઃ- વિતેલા દિવસને રવિવારથી જ  બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર ચર્ચામાં છે, ડ્રગ્સ કેસના વિવાદમાં આર્યનને એનસીબી દ્રારા એક દિવસની કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો જો કે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે,

મળતી માહિતી મુજબ એસઆરકેના પુત્ર આર્યન ખાનને મોટી રાહત મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારે કહ્યું હતું કે તે કાર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં તેની વધુ કસ્ટડી માંગશે નહીં. ઉલ્લેખનીય છે કે રવિવારે મુંબઈની કોર્ટે આર્યન ખાનને એક દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલ્યો હતો.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યારે આર્યન ખાનને સોમવારે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે, ત્યારે તેમના વકીલો તેમની જામીન માટે પણ અરજી કરશે.આર્યન ખાન સહીત તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને અન્ય આરોપી મુનમુન ધામેચાની શનિવારે એનસીબીના અધિકારીઓએ ડ્રગના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. આર્યન ખાનની પ્રતિબંધિત પદાર્થના વપરાશ, વેચાણ અને ખરીદીમાં સંડોવણી બદલ રવિવારે બપોરે 2 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારથી આર્ટન ખાન ચર્ચામાં છે.

અનસીબી દ્રારા  એ એક નિવેદનમાં જણાવાયું હતું કે, “ત્રણેય આરોપીઓને તેમની ન્યાયિક કસ્ટડી માટે આવતીકાલે સોમવારે ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. બાકીના 5 આરોપીઓ, નૂપુર સતીજા, ઇશ્મીત સિંહ ચઢ્ઢા, મોહક જયસ્વાલ, ગોમિત ચોપરા અને વિક્રાંત છોકરની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code