Site icon Revoi.in

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ નજીક BMW બાઈક રેલિંગ સાથે અથડાતા બાઈકચાલકનું મોત

Social Share

અમદાવાદઃ શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે 132 ફુટ રિંગ રોડ પર જીઆઈડીસી નજીક પૂરફાટ ઝડપે બીએસડબલ્યુ બાઈક રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું. આ અકસ્માતમાં યુવકનો એક હાથ શરીરથી અલગ પડી ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં યુવકના પિતા-ભાઈ અને ટ્રાફિક-પોલીસ સ્થળ પર પહોંચી હતી. રાત્રે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી એ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના જીવરાજપાર્ક વિશ્વનગર સોસાયટીમાં રહેતો અને પ્રહલાદનગરના સફલ કોમ્પલેક્ષમાં સાધના સ્ટુડિયો ચલાવતો ઈન્ટિરિયર ડિઝાઈનર પાર્થ પોતાની બીએસડબલ્યુ બાઈક પર રાતે પુરફાટ ઝડપે 132 ફુટ રિંગ રોડ જીએસડીસી નજીક જઈ રહ્યો હતો ત્યારે બાઈક રંલિંગ સાથે ધડાકાભેર અથડાતા પાર્થ કલાલનું મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં મડતક યુવાનના પરિવારજનો અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા, આજે સવારે ઇન્ટિરિયર ડિઝાઇનર પાર્થ કલાકના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો. ઘરે તેની માતા અને તેના ભાઈના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું છે. ઘરમાં નાના દીકરાનું મોત થતા માતમ છવાયો છે.

પાર્થના પિતા નંદલાલભાઈ કલાલએ જણાવ્યું હતું કે, મને લગભગ રાતના 12 વાગ્યે જાણ થઈ હતી. બાઈકના નંબર ઉપરથી અમારૂ એડ્રેસ કાઢીને કોઈક ઘરે બોલાવવા માટે આવ્યું હતું, જેથી મારા મોટા દીકરાએ મને ફોન કર્યો હતો. અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના વેજલપુરમાં રહેતો પાર્થ કલાલ નામનો 25 વર્ષનો યુવક 1 ડિસેમ્બરની મોડીરાત્રે BMW બાઇક લઈને જઈ રહ્યો હતો. આ સમયે અંધજનમંડળથી હેલ્મેટ સર્કલ જતા જીએમડીસી ગ્રાઉન્ડની બહાર આવેલા બીઆરટીએસના રેલિંગ સાથે બાઈક અથડાઈ હતી. BMW બાઇક શરૂઆતમાં અંધજન મંડળથી 50 મીટર દૂર BRTS રેલીંગ સાથે અથડાયું હતું, જે બાદ બાઇક રસ્તાની ડાબી બાજુએ આવ્યું ત્યારે બાઇક ચાલક યુવક ઝાડને અથડાયો હતો. યુવકનું હેલ્મેટ પણ નીકળી ગયું હતું અને બાઇકચાલક યુવક 80 મીટર એટલે કે, 250 ફૂટ જેટલું દૂર સુધી જઈને પડ્યો હતો. બાઇકમાં આગળ કે પાછળ કોઈ પણ જગ્યાએ નુકસાન થયું નથી. અકસ્માતમાં પાર્થનો એક હાથ પણ બોડીથી છૂટો પડી ગયો હતો અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.

Exit mobile version