અમદાવાદઃ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગ દ્વારા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
BIMSTECના 7 દેશોના 70 પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લીધો છે. ત્યારે આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવેલ દાંડીકૂટિર પાસેથી નો ડ્રગ્સ” માટે સાયક્લોથોનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BIMSTECના તમામ પ્રતિનિધિઓ નો ડ્રગ્સની પહેલમાં જોડાયા હતા.