
ગીર-સોમનાથ જીલ્લાના કોડીનારમાં બર્ડફ્લૂનો કહેર – બર્ડફ્લૂની પૃષ્ટિ થતા સાવચેતીના રુપે 200 જેટલા મરધાને દફન કરી દેવાયા
- કોડીનારમાં બર્ડફ્લૂની પુષ્ટિ થઈ
- બર્ડફ્લૂની પૃષ્ટિ થતા 220 મરઘાંને દફનાવ્યા
- 1 કિમી વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશ જારી
ગીર-સોમનાથઃ- સમગ્ર દેશમાં બર્ડ ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત રહ્યું નથી, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં પણ હવે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે, આ વિસ્તારના વાડી વિસ્તારમાં મરઘા ફાર્મમાં મરધાના મૂત્યું થતા તેના નમૂના તપાસ માટે મોકલાયા હતા જેમાં બર્ડ ફ્લુ પોઝીટીવ હોવાની માહિતી મળી આવી હતી.
કોડીનાર તાલુકામાં બર્ ફ્લૂની પૃષ્ટિ થતા જ પશુચિકિત્સા અધિકારીઓની ટીમ, પશુધન નિયામક, રેપીડ રીપોન્સ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.
કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે આ રોગ સંક્રમિત હોવાથી વહીવટી તંત્ર અને જુદી જુદી ટીમો દ્રારા તાત્કાલિક ઘોરણે અનેક પગલાઓ ભરવામાં આવ્યા છેઆ વિલસ્તારમાં બર્ડ ફ્લુ પોઝીટીવ આવતાની સાથે જ આજુબાજુની ૧ કિલો મીટરના વિસ્તારમાં આવેલા 4 જેટલા મરઘા ફાર્મમાં રહેલા ૨૨૦ મરઘાને દાંટી દેવામાં આવ્યા છે.
બર્ડ ફ્લૂનેકારણે આ સમગ્ર વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારના ૧૦ કિ.મી.ના ત્રિજ્યાવાળા વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.આ સાથે જ ચિકન અને ઈંડા જેવી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ પણ રાખવામાં આવ્યો છે.
સાહિન-