
મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મદિવસઃ પીએમ મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિની જીવન યાત્રા કરોડો લોકોને આશા આપે છે. રાષ્ટ્રપતિજીને જન્મ દિવસ પ્રસંગ્રે પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંતના રાજકીય આગેવાનો અને મહાનુભાવોએ શુભકામના પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “રાષ્ટ્રપતિજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તેમની અનુકરણીય સેવા અને આપણા રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ આપણને બધાને પ્રેરણા આપે છે. ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની સેવા કરવા પર તેમનું જ્ઞાન એક મજબૂત માર્ગદર્શક બળ છે. તેમની જીવનયાત્રા કરોડો લોકોને આશા આપે છે. તેમના અથાક પ્રયાસો અને દૂરંદેશી નેતૃત્વ માટે ભારત હંમેશા તેમનો આભારી રહેશે. તેમને દીર્ધાયુ અને સ્વસ્થ જીવનના આશીર્વાદ મળે.