Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી, જનજીવનને અસર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે, માવઠા બાદ ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના પરિણામ સ્વરૂપ જનજીવનને પણ વ્યાપક અસર થઈ રહી છે.

પાટણ જિલ્લામાં ઠંડીના તેજ પ્રભાવને કારણે શહેરીજનોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો છે. છેલ્લા 24 કલાકમાં ઠંડી એટલી વધારે ગઈ છે કે, રાત્રે લોકોની ચહલપહલમાં ઘણો જ ઘટાડો થયો છે. વહેલી સવારે અને મોડી રાતે શહેરના રાજમાર્ગોમાં અવર જવર ઓછી જોવા મળી રહી છે.

ઠંડીના પ્રચંડ પ્રભાવને કારણે, લોકો ઘરમાં પણ ગરમ વસ્ત્રો પહેરવા પર મજબુર થયા છે. ગરમ કપડાઓના વેચાણમાં પણ વધારો નોંધાયો છે, અને લોકોને ઠંડીથી બચવા માટે રાત્રે કામ વગર ઘરની બહાર ન જવાનું પસંદ કરી રહ્યા છે. પાટણમાં રવિવારે ન્યૂનત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.