1. Home
  2. ગુજરાતી
  3. તમિલનાડુમાં ભાજપની ઓફીસ ઉપર હુમલો – મધરાતે પેટ્રોલ બોમ્બ ફેંકાયો
તમિલનાડુમાં ભાજપની ઓફીસ ઉપર હુમલો – મધરાતે પેટ્રોલ બોમ્બ ફેંકાયો

તમિલનાડુમાં ભાજપની ઓફીસ ઉપર હુમલો – મધરાતે પેટ્રોલ બોમ્બ ફેંકાયો

0
Social Share

ચેન્નઈઃ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં બીજેપી કાર્યાલય પર મોડી રાત્રે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ હુમલા બાદ બીજેપી નેતા કરાટે ત્યાગરાજને કહ્યું કે ભાજપ આ પ્રાકરના હુમાઓથી ડરવાની નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનાને લઈને નિવેદન આપતા ત્યાગરાજને કહ્યું કે, ” રાતે 1:30 વાગ્યે અમારી ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. 15 વર્ષ પહેલા ડીએમકેની ભૂમિકા સાથે આવી જ એક ઘટના બની હતી. અમે આ ઘટના માટે તમિલનાડુ સરકારની નિંદા કરીએ છીએ. ત્યાર બાદ અમે પોલીસને ફોન કર્યો હતો. આ બાબતની જાણ ભાજપ કેડરને પણ કરવામાં આવી છે. ભાજપના કાર્યકરો આવી બાબતોથી ડરતા નથી.

આ સાથે જ મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હુમલો કરનારા બદમાશો ટુ-વ્હીલર પર આવ્યા હતા. પેટ્રોલ બોમ્બ ફેંક્યા બાદ તે પોલીસને ચકમો આપીને ત્યાથી ભઆગવામાં સફળ રહ્યા હતા.

જો કે આ ઘટનામાં કોી પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી,જો કે ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ ઓફિસ પાસે એકઠા થઈ ગયા હતા. આ લોકો પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે આ ઘટનાને લઈને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે, બીજેપી કાર્કારો દ્રારા આ હુમલો કરનારને સજા આપવાની માંગ કરાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code