મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની તડામાર તૈયારી – ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે
- મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની તૈયારી
- ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે
- 27 ફેબ્રુઆરીએ યોજાનાર છે ચૂંટણી
દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળે છે ત્રિપુરામાં આજે મતદાન શરુ થયું છે ત્યારે આવનારી 27 ફેબ્રુઆરીના રોજ મેધાલયમાં ચૂંટણી યોજાનાર છે જેને લઈેન દરેક પાર્ટી પોતાના પાસાઓ ફેંકી રહી છે પમ એ બાબત કોઈથી અજાણ નથી કે બીજેપી એડી ચોંટીનું જોર લગાવીને પોતાની પાર્ટી મજબૂત કરવામાં સફળ રહી છે ત્યારે આજે ગૃહમંત્પી અનમિત શાહ મેધાલયના તુરામાં જાહેરસભાને સંબોધતા જોવા મળશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં તુરા ખાતે જાહેર સભાને સંબોધશે. અમિત શાહ મેઘાલયના તુરામાં ડોન બોસ્કો સ્કૂલના રમતના મેદાનમાં યોજાનારી ભાજપની રેલીને સંબોધિત કરશે.
આ સાથે જ અહીં અમિત શાહ મેઘાલયમાં પ્રવર્તતા વિવિધ મુદ્દાઓને પ્રકાશિત કરશે. 60 સભ્યોની મેઘાલય વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 27 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં થશે. જેની મતગણના 2જી માર્ચે થશે.આ પહેલા મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે બીજેપીનો મેનિફેસ્ટો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શિલોંગમાં બહાર પાડ્યો હતો.