
કેજરીવાલ પર ભાજપનો કટાક્ષ: “લાગા ચુનરી મેં દાગ, ઈડી કે પાસ જાઉં કૈસે”
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈડી સમક્ષ બુધવારે હાજર નહીં થવાના મામલે ભાજપે ફરી એકવાર તેમની સામે નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કેજરીવાલને ભ્રષ્ટ ગણાવ્યા છે. તો આના પહેલા ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ભાગેડું ગણાવ્યા હતા. ભાટિયાએ કહ્યુ છે કે અરવિંદ કેજરીવાલે સમન પાછો ખેંચવા માટે ઈડીને પત્ર લખ્યો છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યુ છે કે કેજરીવાલ જેઓ ક્યારેય કહેતા હતા કે અમારે ભારતમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કરવો છે. હવે એવા ભ્રષ્ટ વ્યક્તિ બની ગયા છે, જે વિચારે છે કે તેઓ કાયદાથી ઉપર છે. અરવિંદ કેજરીવાલ ગભરાયેલા છે અને કહી રહ્યા છે કે લાગા ચુનરી મેં દાગ છૂપાઉ કૈસે, કિયા હૈ ભ્રષ્ટાચાર ઈડી કે પાસ જાઉં કૈસે.
ગૌરવ ભાટિયાએ કહ્યુ છે કે અરવિંદ કેજરીવાલે સમન પાછો લેવા માટે ઈડીને પત્ર લખ્યો હતો. તેમણે એમ પણ કહ્યુ છે કે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે અને હું સ્ટાર પ્રચારક છું. માટે સમનું પાલન કરીશ નહં. જ્યારે ડેટા કહે છે કે આમ આદમી પાર્ટીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં નોટાથી પણ ઓછા વોટ મળ્યા.