Homeગુજરાતીગુજરાતગુજરાતમાં હવે આરટીઓના 350 અધિકારીઓને અપાયા બોડીવોર્ન કેમેરા, એસો.નો વિરોધ

ગુજરાતમાં હવે આરટીઓના 350 અધિકારીઓને અપાયા બોડીવોર્ન કેમેરા, એસો.નો વિરોધ

અમદાવાદઃ રાજ્યમાં આરટીઓના 350 જેટલા ઈન્સ્પેકટરોને બોડીવોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. બોડીવોર્ન કેમેરા ઈન્સ્પેકટરોને છાતીના ભાગે લગાડવા પડશે. જેનાથી આરટીઓ ઈન્સ્પેક્ટરોના કામગીરી પર પણ નજર રાખી શકાશે. જોકે બોડીવોર્ન કેમેરા લગાવવા સામે આરટીઓ ઈન્સ્પેક્ટરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. અને આરટીઓ ઈન્સ્પેકટર્સ એસો,એ વિરોધ કર્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં વાહન ચેકપોસ્ટથી લઇ ફીટનેસમાં પારદર્શકતા જાળવવા સમગ્ર રાજ્યની આરટીઓ ઇન્સ્પેકટરોને વિડીયો- રેકોર્ડિંગ સિસ્ટમ સાથેના 350 બોડી વોર્ન કેમેરા ફાળવી દેવાયા છે. પરંતુ હાલ માત્ર સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે 15 ઇન્સ્પેકટરોને કેમેરા લગાવવા આદેશ કરાયો છે. આદેશના પગલે ઇન્સ્પેકટરો પોતાના છાતીના ભાગે કેમેરા લગાવીને ફરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં 350 કેમેરા ફાળવવામાં આવ્યા છે. આ પ્રોજેકટને લઇને ઇન્સ્પેકટર એસોસીએશનના અગ્રણીઓએ અસંતોષ વ્યક્ત કરતા જમાવ્યું હતું કે, ચેકીંગમાં અથવા કામગીરી દરમિયાન કેમેરા આવકાર્ય છે. પરંતુ સતત આઠ કલાક કેમેરા લગાવી રાખવાથી પ્રાઇવસી નહીં રહે. પારિવારિક સહિત અંગત ફોનનું સતત રેકોર્ડિંગ પણ થશે. ઘરેથી ચેકિંગમાં જતા પહેલા ઓફિસથી કેમેરા લઇને જવાનું અને ત્યારબાદ ઓફિસ જમા કરવાની મગજમારી પણ રહેશે. દર બે કલાકે કેમેરા સામે હાજરી પુરાવાના નિયમથી બિનજરૂરી પરેશાની ઊભી થશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બોડી વોર્ન કેમેરામાં 64 જીબીનું મેમરી કાર્ડ છે. ઇન્સ્પેકટરોની નોકરીના આઠ કલાક પછી ઓફીસમાં કેમેરો જમા થયા પછી મેમરી કાર્ડમાં રહેલા ડેટા ટ્રાન્સફર, સ્ટોરેજ કરવા સહિત બેકઅપની જવાબદારી કલાર્કની રહેશે. એટલું જ નહીં, કેમેરા ચાર્જિંગ કરવાની, રજિસ્ટ્રેશન, ટેકનીકલ રિપેરીંગથી લઇ તમામ જવાબદારી પણ કલાર્કની જ નક્કી કરાઇ છે. કલાર્ક તરફથી ડેટા ટ્રાન્સફર કરાયા બાદ સબંધિત લીંક પરથી તમામ ઉચ્ચઅધિકારીઓ પોતાના મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં રેકોર્ડીંગ જોઇ શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments