1. Home
  2. ગુજરાતી
  3. એક દાયકાની જાણીતી બોલિવૂડ અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રી લાંબા સમય બાદ બોલિવૂડમાં કરવા માંગે છે કમબેક
એક દાયકાની જાણીતી બોલિવૂડ અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રી લાંબા સમય બાદ બોલિવૂડમાં કરવા માંગે છે કમબેક

એક દાયકાની જાણીતી બોલિવૂડ અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રી લાંબા સમય બાદ બોલિવૂડમાં કરવા માંગે છે કમબેક

0
Social Share
  • બોલિવૂડની સુંદર અભિનેત્રી છે મિનાક્ષી શેષાદ્રી
  • લાંબા સમય બાદ બોલિવૂડમાં પરત ફરવા માંગે છે

મુંબઈઃ- બોલિવૂડની સૌથી લોકપ્રિય અને સુંદર અભિનેત્રીમાં મીનાક્ષી શેષાદ્રી ની ગણના થાય છે, ખૂબ જ લાંબા સમયગાળા બાદ તે ફરી અભિનયની દુનિયામાં પરત ફરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે બોલિવૂડ જગતના ચારેબાજુ તેના ચર્ચાઓ હતા તે તેના કરિયરમાં ખબૂ ટોંચ પર હતી ત્યારે તેણે લગ્ન કરી લીધા હતા અને પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ચૂકી હતી. આ વર્ષો દરમિયાન, તેમણે પરિવાર પર ધ્યાન આપ્યું. હવે તેમના બાળકો મોટા થઈ ચૂક્યા છે અને સ્ટેબલ છે તેથી હવે તેમણે બોલિવૂડમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે

તે એક દાયકામાં મીનાક્ષી શેષાદ્રીને ‘આઇસ મેઇડન’ કહેવાતી હતી. આઇસ મેઇડનનો અર્થ ‘સુંદર પણ અલગ સ્ત્રી છે. તે ખરેખર બોલિવૂડની તમામ અભિનેત્રીઓથી અલગ તરી આવતી હતી. ઇન્ટરવ્યૂમાં, તેણીને પૂછવામાં આવ્યું હતું કે જ્યારે લોકો તેને ‘આઇસ મેઇડન’ કહેતા હતા.તાજેતરમાં આપેલા એક ઈન્ટર્વ્યૂમાં તેણે કહ્યું હતું કે, જો સારો રોલ ઓફર થાય તો હું તે પ્લે કરવા માંગીશ.

મીનાક્ષી શેષાદ્રી હવે તેવી સ્ક્રિપ્ટ અને રોલની શોધમાં છે, જે તેના અભિનયને ન્યાય આપી શકે છે. તેમણે મીડિયાને આપેલા ઈન્ટર્વ્યૂમાં બોલિવૂડમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.તે એક એવી અભિનેત્રી છે કે ના તેનું કોઈ સાથે અફેર હતું કે ન તો એવી અફવાઓ ઉડી હતી,.

તેની સાથેની અન્ય અભિનેત્રીઓ સાથે સરખામણી કરવા વિશે મીનાક્ષી કહે છે કે ‘મને તે અભિનેત્રીઓ વિશે ખબર નથી હોતી કે તેમની વ્યવસાયિક કારકીર્દિમાં શું ચાલી રહ્યું છે, પરંતુ હું મારા વિશે જાણું છું. હવે હું ન્યૂકમરની જેમ છું. હું લાંબા સમયગાળા પછી ષરુ કરી રહી છું. લગભગ 27 વર્ષ પછી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code