દક્ષિણ ભારતીય ફિલ્મોથી પ્રેરિત થઈને બોલીવુડ પણ વધારે સારી ફિલ્મો બનાવશેઃ હેમા માલિની
મથુરાથી ભાજપાના સાંસદ અને હિન્દી સિનેમાની અભિનેત્રી હેમા માલિનીએ ફિલ્મ ‘પુષ્પા 2’ની સફળતા પર કહ્યું છે કે આ સારી વાત છે. ત્યાં સારી ફિલ્મો બની રહી છે. મને લાગે છે કે જ્યારે સાઉથમાં સારી ફિલ્મો બનશે ત્યારે બોલિવૂડ પણ તેનાથી પ્રેરિત થશે અને સારી ફિલ્મો બનાવીને દર્શકો સમક્ષ રજૂ કરશે.
હેમા માલિની મેરઠ મહોત્સવમાં ભાગ લેવા માટે મેરઠ પહોંચ્યાં હતા. તેમણે ગંગા નૃત્ય નાટિકા વિશે જણાવ્યું હતું કે ‘હું અહીં ગંગા નૃત્ય નાટિકા રજૂ કરવા આવી હતી. આ મારા માટે ખુબ જ ખાસ છે. કારણ કે, આ પ્રેઝન્ટેશન જનતાને સંદેશ આપશે કે ભારત ઝડપી વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પરંતુ, આ બધાની વચ્ચે આપણે આપણી નદીઓને સુંદર અને સ્વચ્છ કેવી રીતે રાખી શકીએ? સામાન્ય માણસ નદીઓના સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે? આ વિચારવું પડશે.