1. Home
  2. ગુજરાતી
  3. સનિ દેઓલની ફિલ્મ ‘ગદર 2’નું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન યથાવત, માત્ર 8 દિવસમાં જ 300 કરોડની કરી કમાણી
સનિ દેઓલની ફિલ્મ ‘ગદર 2’નું  બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન યથાવત,  માત્ર 8 દિવસમાં જ 300 કરોડની કરી કમાણી

સનિ દેઓલની ફિલ્મ ‘ગદર 2’નું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન યથાવત, માત્ર 8 દિવસમાં જ 300 કરોડની કરી કમાણી

0
Social Share

મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી સનિ દેઓલ અને એમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં ઘમાલ મચાવી રહી છે.22 વર્ષ બાદ ફિલ્મના બીજા ભાગે દર્શકોનો ભારે ઉત્સાહ વઘાર્યો છે ા ફિલ્મે માત્ર 8 દિવસમાં જ 300 કરોડની કલ્બમાં પ્રવેશી ચૂકી છે,જ્યારે 100 કરોડની ક્લબમાં સામેલ થવામાં માત્ર 3 દિવસનો સમય લાગ્યો હતો.

સ્વતંત્રતા દિવસે આ ફિલ્મે તાબડતોડ બોક્સ ઓફીસ પર કમાણી કરી આ સાથે જ માત્ર 4 જ દિવસમાં ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છેે ત્યારે ફિલ્મ રિલીઝના 6 દિવસ બાદ પણ દર્શકો ફિલ્મ જોવા માટે થીયેટરોમાં પહોંચી રહ્યા છે.

ગદર 2 ફિલ્મે અનેક  રેકોર્ડ તોડ્યા છે ત્યારે હવે દરેક જગ્યાએ માત્ર ‘તારા સિંહ’ અને ‘ગદર 2’ની જ ચર્ચા થઈ રહી છે. ફિલ્મે 8માં દિવસે પણ શાનદાર કમાણી કરીને તેના ક્લબમાં 300 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.
સની દેઓલની ફિલ્મ ગદર 2 જેણે તેના 40 કરોડનો મજબૂત ઓપિન કરી હતી, તેણે આઠમા દિવસે પણ બોક્સ ઓફિસ પર તેની જબરદસ્ત પકડ જાળવી રાખી હતી.આ ફિલ્મે દરરોજ નવા રેકોર્ડ તોડીને 6 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ફિલ્મનું છઠ્ઠા દિવસે ભારતમાં 34.50 કરોડની શાનદાર કમાણી કરી હતી, ત્યારબાદ આ સિલસિલો ચાલુ રહ્યો અને હવે ગદર 2નું 6 દિવસનું કલેક્શન 263.48 કરોડ થઈ ગયું છે એટલે કે થોડા જ દિવસોમાં આ ફિલ્મ 300 કરોડની ક્લબમાં સમાવનેશ પામી ચૂકી.

આ ફિલ્મ ગદરનો બીજો ભાગ છે જે 22 વર્ષ બાદ રિલીઝ કરવામાં આવ્યો છે બે દાયકા બાદ સ્ક્રીન પર વાપસી કરનાર ગદર 2 એ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી છે, ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડ્યા છે આ વર્ષની વઘુ કમાણી ઓછા દિવસમાં કરનારી ફિલ્મ બની છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code